કોરોના અપડેટ:UKથી આવેલાં આણંદ-નડિયાદનાં 2 દંપતી પોઝિટિવ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ચાર સિવાય તમામ પેસેન્જરના રિપોર્ટ નેગેટિવ, એક દંપતીને કરમસદ અને બીજાને ખેડાની હોસ્પિટલમાં દાખલ કરાયું
  • ઓમિક્રોનનો ચેપ છે કે નહીં તેની ખાતરી કરવા માટે સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા

યુકેથી અમદાવાદ એરપોર્ટ પર આવેલા ગુજરાતના 4 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ચારમાંથી બે પેસેન્જર આણંદના અને બે પેસેન્જર નડિયાદના છે. પોઝિટિવ આવેલા બંને દંપતી છે. રિપોર્ટને પગલે એક દંપતીને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે કરમસદ મેડિકલ કોલેજ અને અન્ય એક દંપતીને ખેડા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે. યુકે હાઈરિસ્ક કન્ટ્રીની યાદીમાં આવતું હોવાથી સેમ્પલ લઈ ટેસ્ટ માટે મોકલાયા છે.

જોખમી દેશોની યાદીમાં સામેલ દેશોમાંથી આવતાં પેસેન્જરનો એરપોર્ટ પર આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે અને રિપોર્ટ આવ્યા બાદ તેમને જવા દેવામાં આવે છે. શનિવારે યુકેથી અમદાવાદ આવેલી ફ્લાઇટમાં તમામ મુસાફરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં બે દંપતીના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને આઈસોલેટ કરવામાં આવ્યા હતા. તેમની આસપાસની સીટ પર બેઠેલા પેસેન્જરોને પણ તત્કાલ ક્વોરન્ટાઇન રહેવાની સૂચના અપાઈ છે. હેલ્થ વિભાગ આ પેસેન્જરોની પણ સતત તપાસ કરતો રહેશે.

પોઝિટિવ આવેલા આણંદના દંપતીએ કરમસદ મેડિકલ કોલેજમાં દાખલ થવાની ઇચ્છા બતાવી હતી. જ્યારે નડિયાદના પરિવારને ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપવામાં આ‌વ્યા છે. ઓમિક્રોનના ખતરાને જોતાં ચારેયના એરપોર્ટ પર જ વધારાના નમૂના લેવામાં આવ્યા હતા. ઓમિક્રોનનો ચેપ છે કે નહીં તે જાણવા માટે સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

ડેન્ગ્યુથી 4 મોત, મ્યુનિ. કહે છે, માત્ર 1 મૃત્યુ
શહેરમાં ડેન્ગ્યુ-ચિકનગુનિયાના કેસ સતત વધી રહ્યા છે, તો બીજી તરફ સત્તાવાર રીતે શહેરમાં ડેન્ગ્યુને કારણે શાહીબાગમાં 11 વર્ષના મનન બગ્રેવ્યાનું ગત 23 ઓગસ્ટે અવસાન થયું છે. નોંધનીય છે કે, શહેરમાં ડેન્ગ્યુના 3 હજારથી વધુ કેસ છે ત્યારે બિનસત્તાવાર રીતે 4થી વધુ બાળકોના મોત નિપજ્યા છે. જો કે શહેરમાં સત્તાવાર રીતે માત્ર એક વ્યક્તિનું મોત દર્શાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...