અમદાવાદમાં અકસ્માત કરીને લોકોના વાહનમાંથી પૈસા કાઢી લેતી એક ગેંગ સક્રિય થઇ હતી. આ પ્રકારની ગેંગે ઓઢવમાં પણ ચોરીને અંજામ આપ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે આ ગેંગના 2 આરોપીની ધરપકડ કરી છે. જોકે હજુ આ ગેંગના અન્ય આરોપી ફરાર છે, જેની શોધખોળ ચાલી રહી છે.
ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે બંટી ઇન્દ્રેકર અને ઉર્વશ ગારંગે નામના આરોપીની ધરપકડ કરી છે અને તેમની પાસેથી 5 લાખ રોકડ તથા એક વાહન કબ્જે કર્યું છે. આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીઓએ 12 એપ્રિલ સાંજના 5 વાગે તેમના સથી વીનેશ અને અન્ય સ્ત્રી સાથે મળીને બાપુનગર આંગડિયા પેઢીમાંથી પૈસા લઈને જતા એક્ટિવા ચાલકનો પીછો કર્યો હતોય
એક્ટિવા ચાલકનો પીછો કર્યા બાદ ઓઢવ પાસે પહોંચતા સ્ત્રી તેમની સાથે એક્સિડન્ટ કરીને વાતચીત કે તકરાર કરી હતી. જે દરમિયાન બીજા 2 આરોપીઓ એક્ટિવાની ડેકીમાંથી 10 લાખ રૂપિયા લઈને નાસી ગયા હતા. આરોપીઓના અન્ય 2 સાથીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે.પકડાયેલ આરોપી બંટી અગાઉ 14 ચોરીના અલગ અલગ ગુનામાં પકડાયેલ છે. જ્યારે ઉર્વશ સરદારનગર પોલીસ સ્ટેશનના દારૂના 2 ગુનામાં પકડાયેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.