GST કૌભાંડ તપાસ:GST કૌભાંડમાં પકડાયેલા 2 એકાઉન્ટન્ટ હોવાનું ખૂલ્યું

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સુરતમાં 200 કરોડના કૌભાંડમાં કુલ 14ની ધરપકડ
  • તપાસમાં હજુ મોટાં નામ ખૂલવાની શક્યતા

તાજેતરમાં સુરતમાં રૂ. 200 કરોડના જીએસટી ચોરી કૌભાંડમાં કુલ 14 લોકોની ધરપકડ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી હતી, જેની તપાસ દરમિયાન અમદાવાદના વસ્ત્રાલ અને આંબાવાડી વિસ્તારમાંથી ધરપકડ કરાયેલા લોકો એકાઉન્ટન્ટ હોવાનું બહાર આવ્યું છે.

આ અંગે સુરતના ઇક્કો સેલના એસીપી વીરજિતસિંહ પરમારે જણાવ્યું હતું કે, જીએસટીના બોગસ બિલિંગ કૌભાંડમાં અમદાવાદમાંથી એકાઉન્ટન્ટ તરીકે કાર્ય કરતા મુકુલ યાદવ સાથે કુલ 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આઈસીએઆઈના ચેરપર્સન સીએ બિશન શાહે જણાવ્યું હતું કે, શહેરમાં જીએસટી બોગસ બિલિંગ કૌભાંડમાં તપાસ અર્થે પકડેલી વ્યક્તિઓ સીએ નથી. જીએસટીનું બોગસ બિલિંગ કૌભાંડ હજી અટક્યંુ નથી, તેની તપાસમાં હજુ બીજાં નામ જાહેર થાય તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...