કોરોના બેકાબૂ:અમદાવાદમાં જોધપુર, બોડકદેવ, ગોતા અને ચાંદલોડિયાના 6 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાયા, હવે 266 અમલી

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • AMCનું હેલ્થ ડિપાર્ટમેન્ટ આવતીકાલે 2 મે-થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરશે

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 271 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે આજે ચાંદખેડા, વાસણા, બોડકદેવ, ચાંદલોડિયા અને થલતેજમાં વિવિધ વિસ્તારોમાં કુલ 6 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જ્યારે જોધપુર, બોડકદેવ, ગોતા અને ચાંદલોડિયાના 11 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરાયા છે. હવે શહેરમાં 266 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે.

નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો સહિત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (1 મે )થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

શહેર અને જિલ્લામાં સતત દસમા દિવસે 5 હજારથી વધુ કેસ
અમદાવાદ શહેર ફરીવાર કોરોના હોટસ્પોટ બન્યું છે. શહેરમાં જેટગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે શહેર અને જિલ્લામાં સતત દસમા દિવસે 5 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 5,060 નવા કેસ સામે આવ્યા છે અને 3,199 દર્દી સાજા થયા છે. જ્યારે શહેરમાં 22ના મોત થયા છે.

30 એપ્રિલની સાંજથી 1 મેની સાંજ સુધીમાં શહેરમાં 4980 અને જિલ્લામાં 80 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 3182 અને જિલ્લામાં 17 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 23ના મોત થયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 171,267 થયો છે. જ્યારે 101,776 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 2,940 થયો છે.

અન્ય સમાચારો પણ છે...