કોરોનાનો કહેર:શહેરમાં કોરોનાના કેસ 100થી ઓછા નોંધાયા, શહેરમાં એક નવો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 2 માર્ચથી સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 28 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે. ત્યારે એક નવો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયો છે. બોડકદેવના કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 10 ઘરોના 40 લોકોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. નવા માઈક્રો કેન્ટેનમેન્ટ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પેોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (2 માર્ચે)થી સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

શહેરમાં 100થી ઓછા કેસ નોંધાયા
એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ રહેલા અમદાવાદમાં સંક્રમણ વકરી રહ્યું છે અને કોર્પોરેશનની ચૂંટણી વધુ કેસ નોઁધાઈ રહ્યા છે. ત્યારે શહેર અને જિલ્લામાં આંકડો 100ની નીચે આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 99 નવા કેસ અને 88 દર્દી સાજા થયા છે. જ્યારે એક દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 2,314 થયો છે. 28 ફેબ્રુઆરીની સાંજથી 1 માર્ચ ની સાંજ સુધીમાં શહેરમાં 96 અને જિલ્લામાં 3 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 87 અને જિલ્લામાં 1 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 62,882 થયો છે. જ્યારે 59,926 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

અન્ય સમાચારો પણ છે...