તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:અમદાવાદમાં ગોતા, જોધપુર, બોડકદેવ સહિતના વિસ્તારોમાં વધુ 19 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા અને 24 દૂર કરાયા, હવે 276 અમલી બન્યાં

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ શહેરમાં AMCની હેલ્થ ટીમ 2 એપ્રિલ સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરશે

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 281 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે શહેરમાં ગોતા, બોડકદેવ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, જોધપુર, નવરંગપુરા, નારણપુરા, મણિનગર, ઘોડાસર, ખોખરા, વટવા અને નિકોલના વધુ 19 વિસ્તારોને નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે, જ્યારે ગોતા, બોડકદેવ, સરદારનગર, સરખેજ, જોધપુર, નારણપુરા, નવરંગપુરા, પાલડી, વાસણા, અને મણિનગરના 24 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરાયા છે ત્યારે 276 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યાં છે.

નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો સહિત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (2 એપ્રિલ)થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

19 જગ્યાએ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા
ગોતાના સુદર્શન સ્ટેટસના 20 મકાનના 75 લોકો અને ICB ફ્લોરાના 36 મકાનના 140 લોકો, ઘાટલોડિયાના વ્રજધામ-1ના 20 મકાનના 80 લોકો, ચાંદલોડિયાના ICB પાર્કના 24 મકાનના 90 લોકો, બોડકદેવના સુરેલ બંગલોઝના 5 મકાનના 25 લોકો અને સ્થાપત્ય એપાર્ટમેન્ટના 36 મકાનના 140 લોકો, જોધપુરના સાઉથ બોપલના આરોહી ઈલિસ્યુમના 4 મકાનના 14 લોકો તથા આરોહી ક્રેસ્ટના 4 મકાનના 13 લોકો, નવરંગપુરાના ન્યુ આંબાવાડીના 4 મકાનના 18 લોકો અને સંયોજન સોસાયટી માણેકબાગના 3 મકાનના 9 લોકો, નારણપુરાના દર્શન એપાર્ટમેન્ટના 3 મકાનના 12 લોકો, મણિનગરની અમર સોસાયટીના 7 મકાનના 30 લોકો, ઘોડાસરના ભગવતી કૃપાના 2 મકાનના 11 લોકો અને બિનય પાર્કના 6 મકાનના 33 લોકો, ખોખરાના લલિત ચોકના 5 મકાનના 22 લોકો, વટવાની રત્નસાગર સોસાયટીના 6 મકાનના 29 લોકો, નિકોલના શુભમ ગેલેક્સીના 4 મકાનના 24 લોકો અને નંદબાગના 3 મકાનના 18 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં રખાયા છે.

શહેરમાં સતત સાતમા દિવસે 600થી વધુ કેસ
અમદાવાદ શહેર ફરી ડેથસ્પોટ બનવા તરફ જઈ રહ્યું છે. શહેર અને જિલ્લામાં સતત સાતમા દિવસે 600થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 626 નવા કેસ અને 598 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 3 દર્દીના મોત થતાં મૃત્યુઆંક 2,359 પર પહોંચ્યો છે. 31 માર્ચની સાંજથી 1 એપ્રિલની સાંજ સુધીમાં શહેરમાં 613 અને જિલ્લામાં 13 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 592 અને જિલ્લામાં 6 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 73,246 થયો છે. જ્યારે 68,743 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો