કોરોના સંક્રમણ:બોપલના સન સ્કાય પાર્કના બી બ્લોકના 4 ઘરોમાં 15 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન મૂકાયા, શહેરમાં 5 ઝોન અમલી

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • AMCનું હેલ્થ ડિપાર્ટમેન્ટ આવતીકાલે 21 નવેમ્બરથી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કેનિંગની કામગીરી હાથ ધરશે

અમદાવાદ શહેરમાં ફરી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. દિવાળી બાદ કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં એક અઠવાડિયાથી રાજ્યના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 10 નવા કેસ નોંધાયા છે. તો મહિના બાદ પહેલીવાર 11 નવેમ્બરે શહેરમાં એક માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયો છે. છેલ્લે મે મહિનાના અંતમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન હતા. ત્યારબાદ સતત બે દિવસ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા હતા. શહેરમાં 4 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતા. ત્યારે વધુ એક ઉમેરાતા હવે 5 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યાં છે.

19 નવેમ્બરે 10 કેસ નોંધાયા હતા
અમદાવાદમાં કોરોનાના કેસોને પગલે આથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે વિસ્તારમાં કે ફ્લેટમાં કેસો વધુ આવ્યા છે, ત્યાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આજે શહેરમાં 10 કેસ અને જિલ્લામાં શૂન્ય કેસ નોંધાયા છે, જ્યારે શહેરમાં 4 દર્દી સાજા થયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 501 થયો છે. જ્યારે 2 લાખ 34 હજાર 947 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 411 રહ્યો છે.

શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે
શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (20 નવેમ્બર )થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કેનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

6 મહિના પછી માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરાયો
નોંધનીય છે કે, દિવાળીના તહેવારમાં મળેલી છૂટછાટોના કારણે 6 મહિના પછી શહેરમાં 11 નવેમ્બરે પહેલીવાર શહેરમાં એક માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયો હતો. જેમાં સાઉથ ઝોનમાં આવેલા ઈસનપુરના દેવકેસ્ટલ- 1 ફ્લેટના 20 ઘરોના 85 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યા હતા. છેલ્લે જૂન મહિનાના શરૂઆતમાં એક માત્ર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરાયો હતા.

અન્ય સમાચારો પણ છે...