તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિનેશન:અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના વેક્સિનનો 19મો દિવસ, મેડિસીન વિભાગના તબીબ દંપતીને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
વેક્સિનેશન બાદ ડોક્ટર દંપતીને આરોગ્ય કમિશનરે સન્માન આપ્યું - Divya Bhaskar
વેક્સિનેશન બાદ ડોક્ટર દંપતીને આરોગ્ય કમિશનરે સન્માન આપ્યું
  • આરોગ્ય કમિશનરની સિવિલ હોસ્પિટલમાં પ્રેરક ઉપસ્થિતીએ હેલ્થકેર વર્કરો અને પોલીસકર્મીઓમાં ઉત્સાહ વધાર્યો

અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં રસીકરણના 19માં દિવસે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આજરોજ આરોગ્ય વિભાગના કમિશનર જયપ્રકાશ શિવહરેની પ્રેરક ઉપસ્થિતીએ સિવિલ હોસ્પિટલના હેલ્થકેર વર્કરોમાં ઉત્સાહ પૂર્યો હતો. સિવિલ હોસ્પિટલમાંથી વિવિધ ટીમે અમદાવાદ શહેરના વિવિધ સ્થળે કોરોના રસીકરણ કેન્દ્ર બનાવીને વધુમાં વધુ ફ્રંટલાઇન વર્કરોને રસી અપાવવા કાર્યરત થઇ હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિસીન વિભાગમાં સેવારત તબીબી દંપતી ડૉ. કમલેશ ઉપાધ્યાય અને ડૉ. નિલીમા શાહે પણ આજે વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ અન્ય તબીબોનો ઉત્સાહ વધાર્યો હતો.

આરોગ્ય કમિશનરે સમીક્ષા બેઠક યોજી
આરોગ્ય કમિશનરએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત રહી સમીક્ષા બેઠક યોજી હતી. ત્યારબાદ રસીકરણ કેન્દ્રની મુલાકાત લઇને વેક્સિન લેનાર તમામ હેલ્થકેર વર્કરો અને પોલીસકર્મીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેઓએ રસી લેનાર તમામ હેલ્થકેર વર્કર અને પોલીસ કર્મીઓને કોરોના વેક્સિનની અગત્યતા વિષે વિગતવાર માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. કોરોનાની રસી સંપૂર્ણ પણે સુરક્ષિત હોવાની , સલામત હોવનો વિશ્વાસ વ્યક્ત કરીને વધુમાં વધુ લોકોને રસીકરણ માટે અપીલ કરી હતી.

આરોગ્ય વિભાગના કમિશનર જયપ્રકાશ શિવહરે સિવિલ હોસ્પિટલમાં વેક્સિનેશન સમયે ઉપસ્થિત રહ્યા
આરોગ્ય વિભાગના કમિશનર જયપ્રકાશ શિવહરે સિવિલ હોસ્પિટલમાં વેક્સિનેશન સમયે ઉપસ્થિત રહ્યા

અમદાવાદ એરપોર્ટ ખાતે CISF અને સિવિલમાં NSG જવાનોને વેક્સિનેશન
અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતે CISFના જવાનોને કોરોના રસીકરણ માટે કુલ 8 કેન્દ્ર, અને અમદાવાદ સિવિલ સંકુલમાં NSG જવાનો માટે કુલ 4 જેટલા કેન્દ્રો ઉભા કરીને આજ રોજ 1000 જેટલા ફ્રંટલાઇન કોરોના વોરિયર્સના વેક્સિનેશનની કામગીરી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ સિવિલ.હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા જવાનો માટે આજરોજ ઉભા કરાયેલા કોરોના રસીકરણ કેન્દ્રમાં રૂબરૂ મુલાકાત લઈ કોરોના રસીકરણ સંપૂર્ણ સલામત હોવાની હૈયા ધારણા બાંધવામાં આવી હતી.

આજે કુલ 642 કોરોના વોરિયર્સે કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ મેળવ્યો
આજે કુલ 642 કોરોના વોરિયર્સે કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ મેળવ્યો

હેલ્થવર્કર અને મેડિકલ સ્ટુડન્ટને સહિતનાને વેક્સિનેશન
કોરોના રસીકરણના 19માં દિવસે 642 હેલ્થ વર્કરો જેમાં 197 બી.જે.મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને 478 સિવિલ હોસ્પિટલના હેલ્થ વર્કરો, 164 પોલીસ કર્મીઓએ કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ મેળવીને સુરક્ષાકવચથી સજ્જ થયા હતા.

000થી વધુ વિધાર્થીઓને કોરોનાની રસી અપાવીને સુરક્ષિત કરવાની કામગીરી
000થી વધુ વિધાર્થીઓને કોરોનાની રસી અપાવીને સુરક્ષિત કરવાની કામગીરી

નર્સિંગ સ્ટાફમાં ઉત્સાહ
આજરોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં નર્સિંગ સ્ટાફમાં રસીકરણ માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફે વેક્સિન લઇને કોરોના સામેની લડત માટે કમર કસી હતી.અમદાવાદ સીવિલ હોસપીટલ સુપ્રિટેન્ડન્ટ જે.વી.મોદીના માર્ગદર્શન હેઠળ બી.જે. મેડીકલ કોલેજ ખાતે વેક્સિન કેન્દ્ર કાર્યરત કરીને અભ્યાસ કરી રહેલા 1000થી વધુ વિધાર્થીઓને કોરોનાની રસી અપાવીને સુરક્ષિત કરવાની કામગીરી હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો