26 વર્ષ પૂર્વે શરૂ થયેલા સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ પાછળ મ્યુનિ.એ અત્યાર સુધીમાં કુલ રૂ. 1981 કરોડનો જંગી ખર્ચ કર્યો છે. તેની સામે મ્યુનિ.ને આ રિવરફ્રન્ટથી માત્ર રૂ. 10.79 કરોડની આવક થઇ છે. કોર્પોરેટર નીરવ બક્ષીએ માંગેલી માહિતી પરથી જાણવા મળ્યું છે કે, રિવરફ્રન્ટ પ્રોજેક્ટના બાંધકામની શરૂઆત 2004-05માં શરૂ થઈ હતી. નદીના પશ્ચિમના કાંઠે તથા પૂર્વના કાંઠે પ્રોજેક્ટ બનાવવા પાછળ અત્યાર સુધીમાં 1981 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
2008-09માં તેની પાછળ રૂ. 157.69 કરોડનો ખર્ચ થયો હતો. 2012-13માં પણ 150 કરોડ જેટલો જંગી ખર્ચ થયો હતો. 2019-20માં 129.69 કરોડનો ખર્ચ થયો હતો. ત્યારે 2022-23માં ડિસેમ્બર સુધીમાં જ 74.27 કરોડનો ખર્ચ થયો છે.
મ્યુનિ.ને ફ્લાવર પાર્ક, બોટિંગ, બાઈસિકલ, શેરિંગ, ઈ-સ્કૂટર વિગેરે જેવી એક્ટિવિટી, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, અટલ બ્રિજ, બાયો ડાયવર્સિટી પાર્ક, ભાડેથી દુકાનો આપવા વિગેરેથી આવક તથા રિવરફ્રન્ટ હાઉસ ખાતે ત્રીજો અને ચોથો માળ ભાડે આપવો, ઈવેન્ટ સેન્ટર તથા ઓપન પ્લોટ ભાડે આપવા સહિત ડિસેમ્બર 2022 સુધીમાં માંડ 10.79 કરોડની આવક થઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.