તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:મેડિકલમાં 1935 વિદ્યાર્થીએ એડમિશન કન્ફર્મ ન કરાવ્યાં

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક તથા હોમિયોપેથીના સ્નાતક કોર્સની પ્રવેશ કાર્યવાહીના પહેલા રાઉન્ડમાં હેલ્પ સેન્ટર ખાતે અંતિમ દિવસે 5828 વિદ્યાર્થીએ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા હતા, જ્યારે 1935 વિદ્યાર્થીએ પોતાને ફાળવેલા એડમિશન કન્ફર્મ કરાવ્યાં નથી.

આ સાથે માત્ર મેડિકલ, ડેન્ટલ માટેની પ્રવેશ પ્રક્રિયાના બીજા રાઉન્ડનો કાર્યક્રમ જાહેર કરાયો છે, જેમાં 9 ડિસેમ્બર સુધી વિદ્યાર્થીએ ચોઇસ ફિલિંગ કરવાનું રહેશે. 10 ડિસેમ્બરે સીટોની ફાળવણી જાહેર થશે. એડમિશન કન્ફર્મ થયેલા વિદ્યાર્થીઓએ 10થી 14 ડિસેમ્બર દરમિયાન ફી ભરવાની રહેશે. સાથે જ 10થી 15 ડિસેમ્બર દરમિયાન વિદ્યાર્થીઓ હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટિંગ અને અસલ પ્રમાણપત્રો જમા કરાવી શકશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો