અમદાવાદ:વિશ્વ મચ્છર દિને 366 એકમમાં તપાસસ મચ્છરોના બ્રીડિંગ મળતાં 193ને નોટિસ, 4 લાખ દંડ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કન્સ્ટ્રક્શન સાઇટો પર મચ્છરોના બ્રીડિંગની તપાસ. - Divya Bhaskar
કન્સ્ટ્રક્શન સાઇટો પર મચ્છરોના બ્રીડિંગની તપાસ.
  • ગત વર્ષ કરતાં ડેન્ગ્યુના કેસ ઘટ્યાનો દાવો

મ્યુનિ. હેલ્થ વિભાગે વિશ્વ મચ્છર દિવસે શહેરના કોમર્શિયલ એકમો, સરકારી-અર્ધ સરકારી ઉપરાંત કન્સ્ટ્રક્શન સાઇટો પર મચ્છરોના બ્રીડિંગની તપાસ કરી હતી. કુલ 366 એકમોમાં તપાસ કરી હતી. જે પૈકી 193 એકમોમાં બ્રીડિંગ મળી આવતા નોટિસ આપી હતી અને 3.83 લાખનો દંડ વસૂલ કર્યો હતો.

મ્યુનિ. હેલ્થ વિભાગનો દાવો છે કે ગત વર્ષની તુલનામાં મચ્છરજન્ય રોગચાળો ઘટ્યો છે. ગત વર્ષે ઓગસ્ટ સુધીમાં ડેન્ગ્યુના 557 કેસ હતા જે આ વર્ષે 203 છે. ચિકનગુનિયાના 59 હતા જે અત્યાર સુધીમાં 57 નોંધાયા છે. જ્યારે સાદા મેલેરિયાના 2820 હતા જે આ અત્યાર સુધી માત્ર 254 નોંધાયા છે.

નિકોલના પામ કોમ્પ્લેક્સને 50 હજાર દંડ

નામવિસ્તારદંડની રકમ
ચીનુભાઈ ટાવરનવરંગપુરા4000
રુદ્ર આર્કેડબોડકદેવ10000
અભિજિત 3/4 કોમ્પ્લેક્સનવરંગપુરા6000
રવિશ કોમ્પ્લેક્સમણિનગર20000
પામ કોમ્પ્લેક્સનિકોલ50000
શિવાલિક એન્કલેવશાહીબાગ7000
વિપુલ દુધિયાનિકોલ5000
ફઝલ હોલપાલડી5000
સ્પંદન કન્સ્ટ્રક્શન સાઇટચાંદલોડિયા5000
શક્તિ ઇન્ફ્રા કન્સ્ટ્રક્શન સાઇટજોધપુર5000
આતિથ્ય ઇન પ્રાઇવેટ લિમિટેડજોધપુર5000
સેતુ ડેવલપર્સવેજલપુર5000
એસ એન્ડ પી ગ્લોબલસરખેજ5000
અમદાવાદ ફૂડ માર્કેટ એસોસિએશનઇન્ડિયા કોલોની5000

​​​​​​

અન્ય સમાચારો પણ છે...