તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુમ થયા છે પ્રજાના 211 પ્રતિનિધિ:અમદાવાદના બે મંત્રી, બે સાંસદ, 15 ધારાસભ્ય અને 192 કોર્પોરેટર ક્યાંય દેખાતા નથી, જનતા જવાબ માગે છે

અમદાવાદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલોના ધક્કા ખાઈ રહેલા શહેરીજનો પોતાના કહેવાતા પ્રતિનિધિઓને શોધી રહ્યા છે
  • માર્ચ મહિનાથી અમદાવાદના લોકો ટેલિસ્કોપ લઈને પોતાના કહેવાતા પ્રતિનિધિઓને મદદ માટે શોધે છે
  • સાંસદ કિરીટ સોલંકી-મેયર વોટર એરોડ્રોમની મુલાકાતે ગયા હતા પણ હાલ પ્રજાના હાલ પૂછતા નથી

ગુજરાતમાં કોરોના મહામારીનો બીજો ખતરનાક વેવ શરૂ થઈ ગયો છે.તેમાં પણ દિવાળીથી અમદાવાદમાં રોજના 300થી વધુ કેસ આવવા લાગ્યા છે. આના કારણે પ્રજા માથે બે દિવસનો કર્ફ્યુ નાખવામાં આવ્યો છે. ચારે તરફ એમ્બ્યુલન્સના અવાજોથી શહેરમાં ભયનો માહોલ ફેલાયો છે. આવામાં પોતાના સ્વજન માટે હોસ્પિટલોના ધક્કા ખાઈ રહેલા શહેરીજનો પોતાના કહેવાતા પ્રતિનિધિઓને શોધી રહ્યા છે. આમ તો કહેવા માટે અમદાવાદ શહેરના લોકો પાસે બે સાંસદ, બે મંત્રી સહિત 17 ધારાસભ્ય, 48 વોર્ડના 192 કોર્પોરેટર વત્તા એક મેયર લટકાના છે. માર્ચ મહિનાથી અમદાવાદના લોકો દૂરબીન નહીં પણ ટેલિસ્કોપ લઈને પોતાના આ કહેવાતા પ્રતિનિધિઓને મદદ માટે શોધી રહ્યા છે, પણ તેમનો ક્યાંય પતો નથી લાગતો. અમદાવાદના મેયર હમણાં સુધી કોઈ ઉદઘાટન કાર્યક્રમ હોય તો તો સૌથી પહેલા પહોંચી જતા હતા. હવે કદાચ પ્રજાની મદદ માટે રૂબરૂ રાઉન્ડ લેવામાં તેમને પણ કોરોનાની બીક લાગતી હશે.આ તમામ નેતાઓ તાજેતરમાં પૂરી થયેલી પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન સભા અને રેલીમાં જોવા મળતી હતી, પરંતુ તેમને પ્રજાની વહારે આવવામાં તકલીફ થઈ રહી છે. એમાં પણ મેયર બીજલ પટેલ તો લીંબડી સુધી પ્રચાર કરવા પહોંચ્યાં હતાં.

હજી હમણાં સુધી પેટાચૂંટણીમાં પ્રચાર કરતા હતા, હવે અચાનક ગાયબ!
હજુ બહુ દૂરની વાત નથી, અમદાવાદ શહેરના આ તમામ નેતાઓ તાજેતરમાં પૂરી થયેલી વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણીમાં પાર્ટીના પ્રચાર માટે સભાઓ અને રેલીઓમાં મહાલતા જોવા મળતા હતા. સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડાડીને ક્યારેક ગરબા ગાતા તો ક્યારેક માસ્ક વિના મંચ પર બિરાજમાન પણ રહેતા હતા. તેમાંય આપણા મેયર બીજલ પટેલ તો લીંબડી સુધી પ્રચાર કરવા પહોંચ્યાં હતાં. પરંતુ પ્રજાનો મદદનો પોકાર આવે તો આમાંનું કોઈ શોધેય જડતું નથી.

પેટાચૂંટણી દરમિયાન કિરીટસિંહ રાણા માટે પ્રચાર કરવા લીંબડી પહોંચેલાં મેયર બીજલ પટેલ.
પેટાચૂંટણી દરમિયાન કિરીટસિંહ રાણા માટે પ્રચાર કરવા લીંબડી પહોંચેલાં મેયર બીજલ પટેલ.

ચૂંટણી ટાણે દંડવત કરતા નેતાઓ મહામારીમાં મિસિંગ
શહેરના 17 ધારાસભ્યમાંથી ભાજપના 14 અને કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય, ભાજપના બે સાંસદો હાલ ઘરમાં પુરાઈ ગયા છે. કુલ 17 ધારાસભ્યમાંથી બે તો મંત્રી છે, જેમાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મહેસૂલમંત્રી કૌશિક પટેલનો સમાવેશ થાય છે. જોકે હાલ દિલ્હી બનવા જઈ રહેલા અમદાવાદનો કોઈ ભાવ પૂછતું નથી. ચૂંટણી સમયે પ્રજા સમક્ષ સાક્ષાત દંડવત કરતા આ નેતાઓ કેટલી જાડી ચામડીના છે એ અંગે હવે પ્રજા પણ સારી પેઠે જાણી ચૂકી છે. જો મહામારી જેવી સ્થિતિમાં જનતાની વહારે ન આવી શકે તો તે પ્રતિનિધિ શું કામના?

રિવરફ્રન્ટ વોટર એરોડ્રોમની મુલાકાત સમયે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે સાંસદ કિરીટ સોલંકી અને મેયર બીજલ પટેલ.
રિવરફ્રન્ટ વોટર એરોડ્રોમની મુલાકાત સમયે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે સાંસદ કિરીટ સોલંકી અને મેયર બીજલ પટેલ.

દિલ્હીથી ટીમ દોડી આવી, પણ ધારાસભ્યો કે કોર્પોરેટરો પહોંચી શકતા નથી
હાલ અમદાવાદની પરિસ્થિતિ દિલ્હી કરતાં પણ વણસી ગઈ છે, કારણ કે દિલ્હીમાં દરરોજ 6000 કેસ આવી રહ્યા હોવા છતાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો નથી. જ્યારે અમદાવાદમાં બે દિવસનો કર્ફ્યૂ લાગુ કર્યો હોવાથી અમંગળનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. માત્ર એટલું જ નહીં, કેન્દ્રની એક ટીમ આજે ગુજરાત આવી પહોંચી હતી. ટીમે અમદાવાદની SVP હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ કોવિડના દર્દીઓની સારવાર પદ્ધતિ અને ડૉક્ટરોની કામગીરીની ચકાસણી કરી હતી. જોકે 1000 કિલો મીટર દૂર એવા દિલ્હીથી ડોક્ટરોની ટીમ દોડી આવી છે, પરંતુ પોતાના 5-7 કિલોમીટરના મતવિસ્તારમાં ધારાસભ્યો, કોર્પોરેટરો પહોંચી શકતા નથી.

લીંબડીમાં પ્રચાર દરમિયાન મેયર બીજલ પટેલ.
લીંબડીમાં પ્રચાર દરમિયાન મેયર બીજલ પટેલ.

અમદાવાદમાં સરદાર પટેલ પ્લેગવાળા વિસ્તારમાં જંતુનાશક દવાઓ છંટાવતા
હાલની સ્થિતિમાં સરદાર પટેલની યાદ આવે છે. 1917માં અમદાવાદમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો. પ્લેગનું નામ સાંભળતાં જ લોકો જીવ મુઠ્ઠીમાં લઇને શહેર છોડીને ભાગવા લાગ્યા હતા. અમદાવાદના રહેવાસીઓ રાતોરાત સ્થળાંતર કરતા હતા. સ્કૂલોને તાળાં મારી દેવાયાં હતાં અને અદાલતોએ ન્યાય આપવાનું બંધ રાખીને કાર્ય-મોકૂફી જાહેર કરી દીધી હતી. આ સમયે વલ્લભભાઇ અમદાવાદના ભદ્ર વિસ્તારમાં બે માળના છ ઓરડાવાળા મકાનમાં ભાડે રહેતા હતા. રોગચાળો ફાટી નીકળતાં તેમને માથે ઘણી મોટી જવાબદારી આવી હતી.

આ દરમિયાન કોઇએ સરદારને કહ્યું હતું કે તમે અમદાવાદ છોડીને ચાલ્યા જાઓ. સફાઇ કમિટીના અધ્યક્ષની વાત ભૂલી જાઓ. એવી પણ સલાહ મળતી કે પહેલા જીવ બચાવવાનો વિચાર કરો. જીવ બચશે તો બધું કામ કરી શકશો. આવે સમયે સરદાર લોકોની વચ્ચે જ રહ્યા. તેઓ અમદાવાદ શહેરની સાંકડી શેરીઓમાં ઘૂમતા હતા. ગટરો સાફ કરાવતા હતા. પ્લેગવાળા વિસ્તારમાં જંતુનાશક દવાઓ છંટાવતા હતા.

અમદાવાદના ધારાસભ્યો અને સાંસદોની યાદી

ધારાસભ્યનું નામબેઠકપક્ષ
ભૂપેન્દ્ર પટેલઘાટલોડિયાભાજપ
પ્રદીપસિંહ જાડેજાવટવા"
રાકેશ શાહએલિસબ્રિજ"
કિશોર ચૌહાણવેજલપુર"
કૌશિક પટેલનારણપુરા"
જગદીશ પંચાલનિકોલ"
બલરામ થાવાણીનરોડા"
વલ્લભ કાકડિયાઠક્કરબાપા નગર"
જગદીશ પટેલઅમરાઈ વાડી"
ગ્યાસુદ્દીન શેખદરિયાપુરકોંગ્રેસ
સુરેશ પટેલમણિનગરભાજપ
અરવિંદ પટેલસાબરમતીભાજપ
પ્રદીપ પરમારઅસારવાભાજપ
બાબુ જમના પટેલદસ્ક્રોઈભાજપ
ઈમરાન ખેડાવાલાજમાલપુર-ખાડિયાકોંગ્રેસ
શૈલેશ પરમારદાણીલીમડા"
હિંમતસિંહ પટેલબાપુનગર"
સાંસદનું નામબેઠક
હસમુખ પટેલઅમદાવાદ(પૂર્વ)
ડો.કિરીટ સોલંકીઅમદાવાદ(પશ્ચિમ)

દિવાળીના દિવસથી શહેરમાં નોંધાયેલા કેસ અને ડિસ્ચાર્જ

તારીખકેસડિસ્ચાર્જ
14 નવેમ્બર198174
15 નવેમ્બર202199
16 નવેમ્બર210201
17 નવેમ્બર218203
18 નવેમ્બર207205
19 નવેમ્બર230251
20 નવેમ્બર305256
કુલ આંકડો15701489

6 મહિના પહેલાં શહેરની સ્થિતિ ગંભીર બનતાં BJPના બે MLA અને એક MP ગુમ થયાનાં પોસ્ટર વાઈરલ થયાં હતાં
6 મહિના પહેલાં જ્યારે અમદાવાદની સ્થિતિ વણસી ત્યારે 2 ધારાસભ્ય એવા વલ્લભ કાકડિયા અને બાબુ જમના પટેલ તથા સાંસદ હસમુખ પટેલ કોરોના મહામારીમાં ગુમ થયાનાં પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઈરલ થયાં હતાં.

અમદાવાદના કર્ફ્યુ અને કોરોનાની સ્થિતિ અંગે બધું જાણવા આ પણ વાંચો

ધબકતું અમદાવાદ કર્ફ્યૂમાં થંભી ગયું, શહેરમાં પોલીસ બંદોબસ્ત, બહાર નીકળતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી

અમદાવાદમાં શનિવાર અને રવિવારના કર્ફ્યૂ અંગે મૂંઝવતા પ્રશ્નોના જવાબ જાણો

અમદાવાદ એરપોર્ટ પર ટેક્સી અને કેબવાળાની ઉઘાડી લૂંટ, મુસાફરો પાસેથી રૂ. 1 હજારથી 2 હજાર સુધીનું ભાડું વસૂલવામાં આવે છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો