તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બુધવારે શહેરના નારોલ વિસ્તારમાં આવેલા આકૃતિ ટાઉનશીપમાં કબૂતરોના મોટી સંખ્યામાં મોત થતા પશુપાલન ખાતાને જાણ કરવામાં આવી હતી. બે દિવસમાં 200 કબૂતરોના મોત થયા હતા. જેને લઇને પશુપાલન ખાતુ અને કોર્પોરેશનની ટીમ સ્થળ પર સતત ફોગિંગ અને સેનેટાઇઝ કરી રહી છે. કોરોના મહામારી વચ્ચે બર્ડ ફ્લૂના વધતા કેસોએ ગુજરાત સરકારની ચિંતા વધારી દીધી છે. ગુજરાત સહિત અત્યાર સુધીમાં 10થી વધુ રાજ્યોમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ ચૂકી છે.
આ રાજ્યોમાં ગુજરાત ઉપરાંત કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હીનો સમાવેશ થાય છે. ત્યારે બુધવારે શહેરના નારોલ વિસ્તારમાં આવેલા આકૃતિ ટાઉનશિપમાં મોટી સંખ્યામાં કબૂતરોનાં મોત થયા હતા. ટાઉનશીપના રહિશોમાં બર્ડફલૂના સંભવિત ભયને જોતા ભારે ફફડાટ મચી જવા પામ્યો હતો. દરમ્યાન એક સાથે આટલી મોટી સંખ્યામાં કબૂતરોના મોત થયા હોવાની વાત સમગ્ર નારોલ વિસ્તારમાં પ્રસરી જતા લોકો ભયભીત બન્યા હતા. જેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પશુપાલન ખાતાની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પશુપાલન વિભાગના નાયબ નિયામક ડો. સુકેતુ ઉપાધ્યાએ જણાવ્યું હતું કે, આકૃતિ ટાઉનશીપમાં કબૂતર પડીને મરી રહ્યાં છે. ઘટના સ્થળેથી બુધવાર અને ગુરુવાર એમ બે દિવસમાં 200 કબૂતરો મૃત હાલમાં મળી આવ્યા છે.
બર્ડ ફલુને લઇને કબૂતરના સેમ્પલ સાથે ભોપાલ એક ટીમ રવાના કરવામાં આવી છે. શુક્રવાર સાંજ સુધીમાં કબૂતરોના મોતનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં ઘટના સ્થળોને સેનેટાઇઝ અને ફોગિંગ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં છેલ્લાં કેટલાક દિવસોમાં પક્ષીઓના મોતને લઇને બર્ડફ્લૂનો ખતરો ઉભો થયો છે. તેની સામે સ્વયં સેવી સંસ્થાઓને સાથે લઇને રાજ્ય સરકારની વિવિધ ટીમોે સેનિટાઇઝેશન તેમજ તકેદારીના પગલાં લઇ રહી છે.
બીજી તરફ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પોલ્ટ્રીફાર્મ તેમજ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની સાથે મીટીંગો યોજી બર્ડફ્લૂ બચવાના સુચનો કરાઇ રહ્યા છે.
છ વર્ષ પછી શહેરમાં બર્ડ ફલૂનો મામલો
અમદાવાદમાં છ વર્ષ અગાઉ શહેરના કેટલાક વિસ્તારોમાં પક્ષીઓના શંકાસ્પદ મોત થયા હતા. જે ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના હાથીજણ ખાતે આવેલા આશા ફાઉન્ડેશનમાં રહેલા 1500 પક્ષીઓનો મારી ખાડામાં દફનાવી દેવામાં આવ્યા હતા. જ્યારે શહેરના મેમનગર ફાયર સ્ટેશન પાસે આવેલા કોર્પોરેશનના ગાર્ડનમાં ઉતરાયણ પર પક્ષીઓને પણ મારીને ત્યા દફનાવી દેવામાં આવ્યા હતા.પક્ષીઓને દાટી દેવામાં આવતા સ્થાનિક રહીશો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો.
એક પછી એક વિસ્તારમાં કબૂતરોનાં મોતનો આંક વધ્યો
શંકાસ્પદ બર્ડફ્લૂનો ખતરો ઉભો થયો તેમાં શરૂઆતમાં અમદાવાદામાં 20 આકૃતિ ટાઉનશિપના મેદાનમાં 117, ધર્મકુંજ રેસિડન્સીમાં 26, અતિથિ એવન્યુમાં 21, વેદિકા રેસિડન્સીમાં 26, કબૂતરોના મોત થયા હતા. આમ કુલ 200 કબૂતરોના મોતથી બર્ડફ્લૂનો ખતરો વધ્યો છે.
ભોપાલથી રિપોર્ટ આવે ત્યાર બાદ આગળ પગલાં લેવાશે
બર્ડફ્લૂની આશંકા સાથે આરોગ્ય વિભાગે મૃત પક્ષીઓના સેમ્પલ ભોપાલ લેબોરેટરીમાં મોકલ્યા છે. જેનો રીપોર્ટ હજુ સુધી આવ્યો નથી. જો મૃતપક્ષીઓમાં બર્ડફ્લૂની અસર જણાશે તો આગામી દિવસોમાં તંત્રદ્વારા વિવિધ ટીમો કામે લગાડી પગલાં ભરવામાં આવશે. તેમ વિશ્વાસનીય સૂત્રોમાંથી જાણવા મળે છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.