તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ફેક્ટરી વેચવાનું કહી 1.90 કરોડની ઠગાઈ કરનાર માલિકની ધરપકડ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખોખરાના રહીશ પાસેથી રૂપિયા લઈ છેતરપિંડી કરી હતી

વટવા જીઆઈડીસીમાં આવેલી ફેક્ટરી વેચવાનું કહીને ખોખરા ભાઈપુરાના યુવકને વિશ્વાસમાં લઈને રૂ.1.90 કરોડની ઉચાપાત કરનારા વિરુદ્ધમાં ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં એક ભાઈનું અવસાન થતા ક્રાઈમ બ્રાંચની ટીમે અન્ય ભાઈની ધરપકડ કરી હતી.

ખોખરામાં રહેતા નિલમ પટેલે ચાંદખેડામાં તપોવન સર્કલની પાસે બાલાજી વિલા-2માં રહેતા પ્રણવ બ્રહ્મબટ્ટ વિરૂદ્ધ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયું છે કે, ત્રણ વર્ષ પહેલા ધીરેન બ્રહ્મભટ્ટ તથા તેના ભાઇ પ્રણવને નોટબંધી બાદ આર્થિક તંગી સર્જાતા તેમની વટવા જીઆઇડીસી ફેઝ-1માં આવેલી એન.પી. પેકેજિંગ નામની ફેક્ટરી વેચવા કાઢી હતી. ત્યારે આ બંનેે ભાઇઓનો સંપર્ક નિલમ પટેલ સાથે થયો હતો. ત્યારે રૂ.1.60 કરોડમાં ફેક્ટરીનો સોદો થયો હતો. બંને ભાઇઓએ ફેક્ટરી બાનાખાત કરી આપવાનું કહી રૂ.1 કરોડ 35 લાખ લીધા હતા. ત્યારબાદ નિલમભાઈએ ડ્યુ સર્ટિફિકેટ માટે બાકી રકમ તેમના મિત્રો પાસેથી ટુકડે-ટુકડે લઇ 25 લાખ ચૂકવ્યા હતા. બાદમાં આ બંને ભાઇ દસ્તાવેજ માટે ગલ્લાંતલ્લાં કરવા લાગતા હતા. નિલમ પટેલે બેંકમાં તપાસ કરતા ફેક્ટરીના નામે 2 કરોડ 32 લાખની લોન ચૂકવવાની બાકી હોવાનું જણાયું હતું. જોકે બંને ભાઈઓ પૈકી ધીરેન બ્રહ્મભટ્ટનું અવસાન થતા નિલમભાઈએ પ્રણવના વિરુદ્ધમાં ફરિયાદ કરતા ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.

થર્ડ પાર્ટીને ફેક્ટરી વેચી, છતાં પૈસા ન આપ્યા
ફેકટરી વેચાણના પૈસા લીધા બાદ કબજો આપ્યો ન હતો અને ફેક્ટરી ત્રીજી પાર્ટીને વેચવાનું નક્કી કરી નિલમભાઈને ધમકી આપી હતી કે, જો તમે સહી નહીં કરો તો તમને ચેક આપીશું નહીં. ત્યારબાદ ફેક્ટરી થર્ડ પાર્ટીને વેચી દીધી હતી. પરંતુ નિલમભાઈને પૈસા પરત આપ્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...