ગુજરાતની ચૂંટણીમાં કાળા નાણાની હેરાફેરી રોકવા ઈન્કમટેક્સ વિભાગે કોલ સેન્ટર શરૂ કર્યું છે. વિભાગે અત્યાર સુધી અમદાવાદ, રાજકોટ અને સુરતમાં 11 કેસ કરી રૂ.1.91 કરોડ રોકડા અને 1.94 કરોડનું સોનું જપ્ત કર્યા છે. દેખરેખ માટે 33 જિલ્લામાં 400 કર્મચારી મૂકાયા છે. જેમાં6 ક્વિક રિસ્પોન્સ ટીમ, 12 એર ઇન્ટેલિજન્ટ યુનિટનો સમાવેશ થાય છે.
ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની ઘોષણા કરતાની સાથે જ કાળા નાણાને ઝડપી પાડવા માટે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને નિર્દેશ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે ચૂંટણી સમગાળા દરમિયાન રોકડ રકમની હેરફેર અને કાળા નાણાંના ઉપયોગ પર ચાંપતી નજર રાખવા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને જણાવ્યું છે. ડિપાર્ટમેન્ટે અમદાવાદ રેલવે સ્ટેશન પર મુંબઇથી આવેલા અમિત શાહ પાસેથી રૂ. 57 લાખ, દિલ્હીથી આવેલા મોહમંદ પાસેથી રૂ.15 લાખ અને મધ્ય પ્રદેશથી આવેલા અનુપકુમાર પાસેથી રૂ. 10 લાખ રોકડા મળી કુલ રૂ. 82 લાખ જપ્ત કર્યા છે. રાજકોટમાંથી રૂ. 1.40 કરોડનું સોનું જપ્ત કરાયું છે.
કંટ્રોલ રૂમને રોજ 20-25 કોલ મળે છે
ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટ ખાતે નવો કંટ્રોલ રૂમ બનાવ્યો છે. આ કંટ્રોલ રૂમમાં રોજના 20થી 25 કોલ લોકો રોકડ સાથે કેવા પ્રકારના દસ્તાવેજો રાખવા તેની માહિતી માગે છે. જ્યારે બીજા એવાં લોકોના ફોન આવે છે કે જેઓ પોતાના પ્રતિસ્પર્ધીને હેરાન કરવા માંગતા હોય. જ્યારે આઇટી વિભાગે શહેરમાં કાળા નાણાની હેરફેરને ઝડપી લેવા અત્યારથી તૈયારીઓ કરી લીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.