ચૂંટણી કમિશને પ્રથમ વખત cVIGIL એપ્લિકેશન લોન્ચ કરી છે. ત્રીજી નવેમ્બરથી આ એપ્લિકેશન કાર્યરત થઈ ચૂકી છે. 13 નવે.સુધી ગુજરાતમાં 18,900 લોકોએ આ એપ્લિકેશન પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી છે. અત્યારસુધી તેના પર 33 જિલ્લામાંથી કુલ 872 ફરિયાદ નોંધાઇ છે. રાજકીય પાર્ટી દ્વારા ચૂંટણી નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય તે નાગરિકોના ધ્યાને આવે અને તેની સરળતાથી ફરિયાદ થઈ શકે તે માટે કેન્દ્રીય ચૂંટણી કમિશને આ વ્યવસ્થા ઊભી કરી છે. અત્યાર સુધી સુરત અને અમદાવાદમાં સૌથી વધુ 2,727 અને 2756 લોકોએ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે.
ફરિયાદ સોલ્વ કરી ફરિયાદીને ફિડબેક
બંને શહેરમાંથી અનુક્રમે 299 અને 80 ફરિયાદ નોંધાઈ છે. એપના માધ્યમથી આવતી ફરિયાદ સોલ્વ કરવા રાજ્યમાં કુલ 611 ફ્લાઈંગ સ્કોવડ તૈનાત કરાઈ છે. ચૂંટણી કમિશનનો દાવો છે કે, ફરિયાદી cVIGIL પર માહિતી અપલોડ કરે તેની 60 મિનિટમાં ફ્લાઈંગ સ્કોર્ડ લોકેશન પર પહોંચશે અને 100 મિનિટમાં ફરિયાદ સોલ્વ કરી ફરિયાદીને ફિડબેક આપશે. એપ્લિકેશનમાં વિવિધ 16 ફરિયાદ માટે કેટેગરી મૂકેલી છે.
રાજ્યમાં 611 ફ્લાઈંગ સ્કવોડ તૈનાત, 60 મિનિટમાં ટીમ લોકેશન પર પહોંચશે
સુરત અને અમદવાદાના નાગરિકો વધુ જાગૃત
શહેર | એપ ડાઉનલોડ | ફરિયાદ |
સરત | 2,727 | 299 |
અમદાવાદ | 2,756 | 80 |
રાજકોટ | 1,079 | 43 |
વડોદરા | 945 | 26 |
બનાસકાંઠા | 819 | 27 |
અત્યારસુધીમાં મંજૂરી વગર પોસ્ટર કે બેનર લગાડયા હોય તે અંગેની 598 ફરિયાદ નોંધાઈ છે.
કેવી રીતે એપ ડાઉનલોડ કરશો| સ્માર્ટ ફોનમાં પ્લેસ્ટોરથી cVIGIL એપ ડાઉનલોડ કરી શકાય છે. સૌપ્રથમ હિન્દી કે અંગ્રેજી ભાષા પસંદ કરી એગ્રી બટન ટીક કરશો પછી મોબાઈલ નંબર લખવાનો રહેશે. OTP નાખી નામ, સરનામું, રાજ્ય, શહેર અને વિધાનસભાની વિગત ભરવાની રહેશે એટલે એપ્લિકેશન શરૂ થઈ જશે.
16 પ્રકારની જુદીજુદી ફરિયાદ કરી શકાશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.