તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિધાનસભામાં રાજ્ય સરકારે સ્વીકાર્યું:GSTનું ઓછું વળતર મળતા 19 હજાર કરોડનું ગુજરાતને નુકસાન

અમદાવાદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વાર્ષિક 14 ટકા ગ્રોથ રેટ મુજબ બે વર્ષમાં 39,246 કરોડ મળવા જોઇએ તેની સામેે 20,396 કરોડ મળ્યા

જીએસટીના અમલમાં ગુજરાતને વેરાકીય આવકોમાં ભારે નુકસાન જવાની ધારણાઓ સાચી પડી રહી છે. કેન્દ્ર સરકારે ગુજરાતને દર વર્ષે 14 ટકા ગ્રોથ રેટ સાથે વળતર ચૂકવવાનું સ્વીકાર્યા બાદ પણ વળતરની પુરેપુરી રકમ ચૂકવવામાં નહીં આવતા ગુજરાત સરકારને બે વર્ષમાં 19 હજાર કરોડ રૂપિયાનું નુકસાન ગયું છે.

વિધાનસભામાં રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે પાયાના વર્ષ 2015-16માં દર વર્ષે 14 ટકા લેખે ગ્રોથ ઉમેરીને કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને જીએસટીનું વળતર ચૂકવવાનું થાય છે. જે મુજબ વર્ષ 2019 માટે રૂ. 14,561 કરોડ અને વર્ષ 2020 માટે 24,684 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને ચૂકવવાના થતા હતા. જે પૈકી કેન્દ્ર સરકારે 7 માર્ચ 2019થી 22 ડિસેમ્બર 2020 સુધીમાં 20,396 કરોડ રૂપિયા જ ચૂકવ્યા છે. વળતર પેટે ગુજરાતને 19 કરોડ રૂપિયા ઓછા મળ્યા છે.

બીજીતરફ વળતરની બાકી રકમ માટે કેન્દ્ર સરકારે આપેલા ઓપ્શનનો સ્વીકાર કરીને રાજ્ય સરકાર દ્વારા 5,217 કરોડની લોન લીધી છે. જેની ચૂકવણી જીએસટી કાઉન્સીલ દ્વારા કરવામાં આવશે. રાજ્ય સરકાર ઉપર કોઇ બોજો નહીં આવે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો