તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરપીણ હત્યા:અમદાવાદમાં જૂની અદાવતમાં છરીના 19 ઘા માર્યા, પાંચની ધરપકડ; 6 દિવસ પહેલાં ખારીકટ કેનાલમાંથી લાશ મળી હતી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વર્ષ અગાઉ થયેલા ઝઘડામાં મામા-ભાણિયાએ પાડોશી યુવકને છરી મારી હતી, જેથી અપહરણ કરી મોતને ઘાટ ઉતારી દીધો

પાડોશીઓ વચ્ચે 1 વર્ષ અગાઉ થયેલા ઝઘડામાં મામા-ભાણિયાએ પાડોશી યુવકને છરી મારી હતી, જેની અદાવત રાખીને યુવકના મોટા ભાઈએ અન્ય 4 માણસો સાથે મળીને પાડોશી પુરુષને ઘોડાસરથી ઉઠાવી ખારીકટ કેનાલ પાસે લાવીને છરીઓના 19 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ અંગે અસલાલી પોલીસે હત્યાનો ગુનો નોંધી 5 આરોપીની ધરપકડ કરી હતી.​​​​​​​ ખારીકટ કેનાલના પિપરિયા ગરનાળામાંથી 28 જૂને અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. મરનાર પુરુષને તીક્ષ્ણ હથિયારના 19 ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. અસલાલી પોલીસે ખૂનનો ગુનો નોંધી મરનારની ઓળખ આદરી હતી, જેમાં મરનાર કમલેશ પંચાલ (ઘોડાસર) હોવાનું જાણવા મળ્યું હતું.

પીઆઈ પી. આર. જાડેજાની તપાસમાં કમલેશને તેની જ ચાલીમાં રહેતા અલ્પેશ ઠાકોર સાથે જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં અલ્પેશ અને કમલેશ વચ્ચે વર્ષ અગાઉ ઝઘડો થયો હતો, જેમાં કમલેશ અને તેના ભાણિયાએ અલ્પેશના નાના ભાઈને છરી મારી દીધી હતી. જે બાબતે વટવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસે અલ્પેશની અટક કરીને તેની પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે તેણે પ્રવીણ ઠાકોર, સંજય ઠાકોર, સુનિલ ભાટીયા અને ધર્મેન્દ્ર પ્રજાપતિ સાથે મળીને કમલેશની હત્યા કર્યાનું કબૂલ્યું હતું. પાંચેય જણાંએ 28મીએ રાત્રે રિક્ષા લઈને ફરવા જતા હોવાનું કહીને કમલેશને રિક્ષામાં બેસાડીને અસલાલી કેનાલે લઈ જઇ રિક્ષામાંથી ઉતારતા કમલેશને શંકા જતાં તે બચવા માટે કેનાલમાં ભાગતા આ પાંચેયે તેનો પીછો કરીને કેનાલમાં જ તેને 19 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

ઘાટલોડિયામાં અદાવત રાખીને યુવકે રિક્ષામાં સૂતેલા આધેડને છરી મારી મોતને ઘાટ ઉતાર્યો
​​​​​​​ઘાટલોડિયા સદભાવના સર્કલ પાસે રહેતા પૂનમ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પટણી ઘર પાસે રિક્ષામાં સૂતો હતો. તે સમયે ધવલ રાવળે છરીના 3-4 ઘા ઝીંકી રિક્ષાચાલકને મોતને ઘાટ ઉતાર્યો હતો. સોલા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી ધવલ રાવળની ધરપકડ કરી હતી. આરોપીએ પોલીસ સમક્ષ એવી કબૂલાત કરી હતી કે, 3 દિવસ પહેલાં તેને અને મરનારને ચાર રસ્તા પર બેસવા બાબતે ઝઘડો થયો હતો, જેમાં મરનાર રિક્ષાચાલકે તેને 4-5 લાફા માર્યા હતા, જેની અદાવતમાં તેણે રિક્ષાચાલકને મોતને ઘાટ ઉતાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...