તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર યથાવત:અમદાવાદની IIMમાં ચાર દિવસમાં વધુ 19, IITમાં અન્ય 4ને કોરોનાનો ચેપ લાગ્યો

અમદાવાદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

આઇ.આઇ.એમ અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કેમ્પસમાં છેલ્લા ચાર દિવસમાં વધુ 19ને કોરોનાનો ચેપ લાગ્યો છે. આ ઉપરાંત છેલ્લા ચાર દિવસમાં 247 લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કરાયા છે.

આઇઆઇટી ગાંધીનગરમાં પણ નવા પોઝિટિવ કેસોની સંખ્યામાં 3 થી 4 વિદ્યાર્થીઓનો વધારો થયો છે. શરૂઆતમાં પોઝિટિવ આવેલા 25 વિદ્યાર્થીઓમાંથી 20 રિકવર થઈ ચૂક્યા છે. તમામ વિદ્યાર્થીઓનો ઈલાજ કેમ્પસમાં જ કરવામાં આવ્યો છે. નવા આવેલા વિદ્યાર્થીઓની સ્થિતિ પણ સારી છે. આઇઆઇએમ અને આઈઆઈટીમાં પોઝિટિવ કેસો ની સંખ્યા વધતા કેમ્પસના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કેમ્પસમાં નવા આવનાર વિદ્યાર્થીઓ પાસેથી ફરજિયાત આરટી પીસીઆર કોરોનાનો નેગેટિવ રિપોર્ટ માંગવામાં આવે છે.

મેટ્રો કોર્ટમાં વધુ 4 કર્મચારી પોઝિટિવ
શહેરમાં વધી રહેલા કેસોને પગલે નીચલી કોર્ટમાં પણ કોરોના વધ્યો છે. ધી કાંટા વિસ્તારમાં આવેલી મેટ્રો કોર્ટમાં કોરોના વિસ્ફોટ થયો છે. મેટ્રો કોર્ટમાં વધુ 4 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં 3 કોર્ટ સ્ટાફ અને 1 લિફ્ટમેન કોરોના સંકમિત થયા છે. નીચલી કોર્ટોમાં કોરોનાના કેસ વધતા 10 એપ્રિલના રોજ રાજ્યની કોર્ટોમાં યોજાનારી મેગા લોક અદાલત પણ મોકૂફ રાખવામાં નિર્ણય લેવાની ફરજ પડી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો