કાર્યવાહી:ગેરકાયદે નાઇજિરિયા લઈ જવાતો 189 કિલો નશાકારક પદાર્થ ઝડપાયો

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

નેશનલ કાઉન્ટર ટેરેરિઝમ સેન્ટર (એનસીટીસી) પાસેથી મળેલી માહિતી મુજબ 189 કિલો ટ્રામાડોલ નામના નશાકારક પદાર્થ જે એક પ્રકારે પેનકિલર દવા તરીકે વપરાય છે, જેનો ઉપયોગ દર્દીને વધારે દુખાવો હોય ત્યારે દવા તરીકે કરે છે.

આ પદાર્થને નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટની પરવાનગી વગર ગેરકાયદે લઈ જવાતો હતો, ત્યારે એરપોર્ટ કસ્ટમ વિભાગને મળેલી માહિતી મુજબ તપાસ કરી દવાનો જથ્થો જપ્ત કર્યો હતો. ટ્રામાડોલને અમદાવાદના નિકાસકાર દ્વારા નાઈજિરિયા મોકલવામાં આવતું હતું. કાયદાની જોગવાઇ પ્રમાણે કોઇ નિકાસ કે આયાત કરતા હોય તો તેમણે નાર્કોટિક્સ વિભાગની પરવાનગી લેવી પડતી હોય છે, જે આ કેસમાં લેવામાં આવી ન હોતી. આમ નેશનલ કાઉન્ટર ટેરેરિઝમ સેન્ટરને જથ્થો જપ્ત કર્યા બાદ મોકલનાર વ્યક્તિની શોધ કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ મોકલનાર વ્યક્તિનું સરનામું અને ઓળખ ખોટી હતી. આમ અત્યાર સુધી ગુજરાતમાં આયાત થતું ડ્રગ્સ પકડવામાં આવતું હતું. જ્યારે પહેલી વખત ગુજરાતમાંથી નશાકારક પદાર્થના ગેરકાયદે નિકાસને ઝડપી પાડવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...