તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ જિલ્લા પંચાયતના 187 કર્મચારીઓનું કોરોના વોરિયર્સ તરીકે સન્માન કરાયું હતું. પ્રમુખ જિતેન્દ્રસિંહ ચૌહાણે અંતિમ દિવસે સર્ટિફિકેટ આપી કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ જિતેન્દ્રસિંહ ચૌહાણે કહ્યું કે, ગત માર્ચમાં કોરોનાની મહામારીએ પગપેસારો કરતાં જિલ્લા પંચાયતની કામગીરી ખોરવાઇ ગઇ હતી. આરોગ્ય સહિતના મોટાભાગના સ્ટાફને કોરોનાની કાગમીરીમાં મુકી દેવાયો હતો. આરોગ્ય વિભાગના કર્મચારીઓએ રજા રાખ્યા વગર સતત ફરજ બજાવી હતી, દરમિયાન કેસની સંખ્યા ઘટી ગઇ હતી. જોકે દિવાળી પછી ફરી કેસ વધતાં મોટાપાયે સરવેની કામગીરી હાથ ધરાઇ હતી.
તેમણે કહ્યું કે, જિલ્લા પંચાયત ખાતે ઉપસ્થિત રહી રોજબરોજ માહિતી મેળવતો હતો. જિલ્લા પંચાયતની સત્તામાં અઢી વર્ષના શાસનમાં ભાજપના તમામ સભ્યોને સાથે રાખી વિકાસના કાર્યો કર્યાં છે. હું પોતે પણ કોરોના મહામારીમાં સપડાયો હતો. એક સમયે આરોગ્યની ચિંતા સર્જાઇ હતી, પરંતુ કોરોનામાં રાહત સામગ્રીથી લઇ માસ્ક સહિત ઉકાળા અને દવાઓનું વધુને વધુ મફત વિતરણ થાય તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી. આ કામગીરીમાં જિલ્લા પંચાયતના તમામ સભ્યોનો સહકાર રહ્યો હતો.
કર્મચારીઓની કામગીરીને બિરદાવી 187 જેટલા કર્મચારીઓને કોરોના વોરિયર્સનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. તાલુકાકક્ષાએ પણ કર્મચારીઓને સર્ટિફિકેટ અપાયાં હતાં અને જિલ્લા પંચાયતના બિલ્ડીંગના રિનોવેશન માટે એક કરોડની ગ્રાન્ટ મંજૂર કરાઇ છે. આગામી ચૂંટણી બાદ આવનાર સત્તાપક્ષને નવા બિલ્ડિંગથી ફાયદો થશે. આ સિવાય વિકાસના કાર્યો માટે અનેક નિર્ણય કરાયાં હતાં. પરંતુ કોરોના કારણે કેટલાક કામો થઇ શક્યા નથી. કોરોનાના કપરા સમયમાં માંડલ ખાતે સામાન્ય સભા બોલાવી નીતિ વિષયક નિર્ણયો લીધા હતાં. જિલ્લાના લોકોના પ્રશ્નોના નિકાલ માટે વિવિધ સમિતિઓના ચેરમેનોને તાકીદ કરવામાં આવતી હતી. પાણીની મોટરની અરજીઓનો ત્વરિત નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.