કાર્યવાહી:વસ્ત્રાલ RTOમાં 1.83 કરોડનું ફુલેકું ફેરવનાર કેશિયર પકડાયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેટ્રો કોર્ટમાં રજૂ કરતા પાંચ દિવસના રિમાન્ડ પર મોકલાયો
  • વાહનોના​​​​​​​ ટેક્સની રકમ પોતાના ખાતામાં જમા કરી દીધી

વસ્ત્રાલ એઆરટીઓમાં રૂ.1.83 કરોડનું ફુલેકંુ ફેરવનાર હેડ કેશિયર એમ. એન. પ્રજાપતિની રામોલ પોલીસે ધરપકડ કરી છે અને મેટ્રો કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. વસ્ત્રાલ એઆરટીઓમાં હેડ કેશિયર એમ.એન. પ્રજાપતિએ જાન્યુઆરી, 2019થી ફેબ્રુઆરી, 2022 દરમિયાન વાહનોના ઉઘરાવેલા ટેક્સના રૂ.1.83 કરોડ સરકારી તિજોરીમાં જમા કરાવવાના બદલે પોતે ચાઉં કરી ગયા હતા. ગાંધીનગરથી એક ટીમ વસ્ત્રાલ આરટીઓ આવી હતી અને ઓડિટ કરાવતા રૂ.1.83 કરોડનો ગફલો બહાર આવ્યો હતો.

એઆરટીઓ કે. ડી. પરમારે હેડ કેશિયર પ્રજાપતિની પૂછપરછ કરતાં તેમણે આ રૂપિયા ચાંઉ કર્યાનો ખુલાસો કરી માફી માગી હતી અને તમામ રૂપિયા સરકારી તિજોરીમાં જમા કરાવવાનું કહ્યું હતું. પ્રજાપતિએ રૂ. 94.14 લાખ સરકારી તિજોરીમાં જમા કરાવ્યા હતાં. ત્યારબાદ બાકીના રૂપિયા જમા કરાવ્યા નહોતા. આથી કે. ડી. પરમારે રામોલ પોલીસ સ્ટેશનમાં એમ.એન. પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈ સી.આર. રાણાએ જણાવ્યું હતું કે, પ્રજાપતિને ગયા મહિને સસ્પેન્ડ હતા અને તેઓ નાસતા-ફરતા હતા. પોલીસે રવિવારે મોડી રાત્રે તેમને ઝડપ્યા હતા. સોમવારે મેટ્રો કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. આરોપીએ રૂપિયા કયાં મૂક્યા છે. એ રૂપિયાથી કોઇ મિલકત ખરીદી છે કે કેમ? તેમના બેંક એકાઉન્ટની તપાસ કરવા અંગે કરેલી દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...