ભ્રષ્ટાચારનો આક્ષેપ:અમદાવાદ જિલ્લામાં 6 વર્ષમાં 655 કરોડના ખર્ચે 1822 કિમીના રોડ બન્યા

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાથી તપાસ કરવા જિલ્લા પંચાયત કોંગ્રેસના સભ્યોની માંગ, ભારે વરસાદથી મોટા ભાગના રોડ ધોવાયા

અમદાવાદ જિલ્લામાં છેલ્લા છ વર્ષમાં 655 કરોડના સરકારી ખર્ચે 1822 કિ.મી.ના રોડ બન્યા છે. રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાથી તપાસ કરવા જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્યોએ માંગ કરી છે.

ચાલુવર્ષે સતત વરસાદને કારણે જિલ્લાના નદીકાંઠા સહિતના આંતરિક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં. જેના કારણે જિલ્લાના ઘણાં રોડને નુકશાન થયું છે. રોડના કામમાં થતાં ભ્રષ્ટાચારાના કારણે સરકારે 2016-17માં નિયમોમાં ફેરફાર કર્યા હતો. જે મમુજબ જિલ્લામાં ચાલતા રોડના કામમાં ઇર્ન્ફમેટીવ બોર્ડ મુકવા માટે લાવવામાં આવેલો નિયમ માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યો છે. નવા નિયમ મુજબ પાંચ વર્ષ રોડના મેન્ટેઇનની જવાબદારી કોન્ટ્રાક્ટરના માંથે નાંખવામાં આવી છે. જેનું મોટાભાગના કોન્ટ્રાક્ટરો પાલન કરતા નથી. જોકે કોન્ટ્રાકટરની વધારેલી જવાબદારી મુજબ હાલ રોડના પેચ વર્ક માટે જિલ્લા પંચાયત કે સરકાર એક પણ રૂપિયો ખર્ચ કરતી નહીં હોવાનો અધિકારીએ દાવો કર્યો હતો.

જિલ્લાના કોંગ્રેસના આગેવાનો કહ્યું કે, રોડ બન્યા બાદ પાંચ વર્ષ રહેતો નથી. જેની સામે સરકારી બાબુઓ કાર્યવાહી કરવાના બદલે ચોમાસામાં રોડ તુટવાની ઘટનાને કુદરતી હોનારતમાં ખપાવે છે. છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ 615 કિ.મી.ના રોડ 2016-17માં રૂપિયા 191.91 કરોડના ખર્ચે બન્યા છે. જ્યારે 2020-21માં રૂપિયા 66 કરોડના ખર્ચે 220 કિ.મી.ના રોડ તૈયાર થયા છે. 2021માં હજી સુધી 121 કિ.મી.ના રોડ 51 કરડોના ખર્ચે બન્યા છે. રોડના કામમાં થતાં ભ્રષ્ટાચાર સામે ઘણી ફરિયાદો થાય છે. પરંતુ એક પણ ફરિયાદમાં પોઝિટીવી તપાસ નહીં થતી હોવાની ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.\nબોક્સ:\nતાલુકા પ્રમાણે રોડની વિગતો નથી : જિલ્લા કોંગ્રેસના સદસ્યો જિલ્લા પંચાયત પાસે કયા તાલુકામાં કેટલા રોડ બન્યા છે તેની વિગતો ઉપલબ્ધ નથી. તાલુકા પ્રમાણેની વિગતો સરકારમાં પણ મોકલવામાં આવતી નહીં હોવાનો અધિકારીઓએ દાવો કર્યો હતો. જેથી રોડની સ્પષ્ટ માહિતી અરજદારોને મળી શકતી નથી. રોડના કામમાં ચોપડે પણ વ્યાપક ગેરરિતીની થયાનું મનાય છે.

અન્ય સમાચારો પણ છે...