અમદાવાદમાં ગઈકાલે માસ્ક પહેર્યા વિના જાહેરમાં ફરતા 200થી વધુ લોકોને દંડ કરવામાં આવ્યા હતો. શહેરભરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની કુલ 180 જેટલી ટીમો દ્વારા તમામ સાત ઝોનમાંથી માસ્ક વિના ફરતા લોકો સામે કાર્યવાહી કરી હતી. જોકે 24 કલાકમાં શહેરભરમાંથી માત્ર 246 લોકો પાસેથી 2.46 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
AMCની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમની કામગીરી
અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. શહેરમાં છેલ્લા બે દિવસથી 2000થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. જેથી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો કડક કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિ.ની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની જુદી જુદી ટીમે શહેરના તમામ ઝોનમાં માસ્ક અને સોશિયલ ડિન્સન્સિંગનું પાલન ન કરતા લોકોને દંડ ફટકાર્યો હતો. જેમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં 30 ટીમો દ્વારા 72 લોકો પાસેથી રૂ.72,000નો દંડ વસૂલાયો હતો, જ્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 22 ટીમો દ્વારા 42 લોકો પાસેથી રૂ.42,000નો દંડ વસૂલાયો હતો.
ઝોન | મૂકેલી ટીમો | માસ્ક વિના પકડાયેલ લોકો | વસૂલાયેલ દંડ |
પૂર્વ | 28 | 39 | 39,000 |
પશ્ચિમ | 26 | 26 | 26,000 |
ઉત્તર | 26 | 20 | 20,000 |
દક્ષિણ | 27 | 30 | 30,000 |
મધ્ય | 21 | 17 | 17,000 |
ઉત્તર પશ્ચિમ | 30 | 72 | 72,000 |
દક્ષિણ પશ્ચિમ | 22 | 42 | 42,000 |
કુલ | 180 | 246 | 246,000 |
અમદાવાદમાં દૈનિક નવા કેસનો આંક 2000ને પાર
અમદાવાદમાં ગઈકાલે 14 મે બાદ પહેલીવાર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ 2500ને પાર થયા હતા. 24 કલાકમાં 2567 નવા કેસ નોંધાયા હતા. શહેરમાં 2521 જ્યારે જિલ્લામાં 46 નવા કેસ નોંધાયા હતા. તેમજ સતત 15માં દિવસે એકપણ મોત થયું નથી અને શહેરમાં 559 અને જિલ્લમાં 7 દર્દી સાજા થયા હતા. શહેરમાં છેલ્લે 24 ડિસેમ્બરે એક દર્દીનું મોત થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.