હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં ચાર દિવસ વરસાદની હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 180 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ભાવનગરના ઘોઘામાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે ગોધરા અને ધરમપુરમાં 3 ઈંચ જેટલા વરસાદ પડ્યો છે.
રાજ્યમાં અત્યારસુધી સીઝનનો 61 ટકા જેટલો વરસાદ પડ્યો
રાજ્યમાં ચોમાસાએ ઓગસ્ટ મહિનામાં રાહ જોવડાવ્યા બાદ સપ્ટેમ્બરમાં મેઘરાજા મહેરબાન થયા છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં અત્યારસુધી સીઝનનો 61 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. રાજ્યમાં હજુ 4 દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
ગુજરાતમાં 2 સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હાલમાં રાજસ્થાન અને એને અડીને આવેલા વિસ્તારોમાં લોપ્રેશર સિસ્ટમ તેમજ રાજ્યને અડીને આવેલા અરબી સમુદ્રના દક્ષિણ પશ્ચિમ કાંઠા વિસ્તારોમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આ બંને સિસ્ટમને પગલે ઉત્તર ગુજરાત ઉપરાંત મધ્ય-દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં કયા કેટલો વરસાદ પડ્યો?
તાલુકો | વરસાદ (મિમિ) |
ઘોઘા | 89 |
ગોધરા | 83 |
ધરમપુર | 76 |
સંતરામપુર | 74 |
હાલોલ | 73 |
પાદરા | 71 |
ધનસુરા | 66 |
કપરાડા | 65 |
ખંભાત | 58 |
ગણદેવી | 53 |
ડેસર | 52 |
શહેરા | 51 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.