તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શુભચિંતક:18 વર્ષીય કિશોર CMની તબિયત જોવા હોસ્પિટલ પહોંચી ગયો, સુરક્ષાને ધ્યાને રાખી પોલીસે કિશોરને અટકાવ્યો

અમદાવાદ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
મુખ્યમંત્રીના સમાચાર સાંભળી 18 વર્ષીય કિશોર હોસ્પિટલ પહોંચ્યો. - Divya Bhaskar
મુખ્યમંત્રીના સમાચાર સાંભળી 18 વર્ષીય કિશોર હોસ્પિટલ પહોંચ્યો.
 • કિશોરે કહ્યું અમને EWS યોજના હેઠળ મુખ્યમંત્રીની ભલામણથી ઘર મળ્યું હતું

મુખ્યમંત્રી વિજય રૂપાણીને યુ. એન. મહેતામાં દાખલ કર્યાના સમાચારથી 18 વર્ષીય કિશોર મળવા હોસ્પિટલ પહોંચ્યો હતો. જો કે, મુખ્યમંત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને મળવા જવા દેવાયો ન હતો.

શાહીબાગમાં ગોપાલજીની ચાલીમાં રહેતો 18 વર્ષીય કિશોર વિવેક દાસ જણાવે છે કે, અમને ઇડબલ્યુએસ સ્કીમ અંતર્ગત ઘર મળી રહે તે માટે હું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મળવા ગયો હતો, ત્યારે મુખ્યમંત્રીએ મને ઘર મળે તે માટે ભલામણ પત્ર લખી આપ્યો હતો. જેથી મને ઘર મળ્યું છે, મુખ્યમંત્રીને યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયાના સમાચાર જાણીને સોમવારે હું તેમને સવારે 11.00 વાગ્યે યુ.એન. મહેતા હોસ્પિટલ મળવા ગયો હતો. પરંતુ, હોસ્પિટલમાં તૈનાત પોલીસ અને સિક્યુરિટી સ્ટાફે મુખ્યમંત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મને જતો અટકાવ્યો હતો. જેથી હુું થોડીવાર ત્યાં રોકાઇને નીકળી ગયો હતો.

મહત્ત્વની વાત એ છે કે, મનસુખભાઇ માંડવિયાએ મારા ભાઈનું સ્કુલમાં એડમિશન કરાવ્યું છે. તેમજ એક વર્ષ પહેલાં મારું સારણગાંઠનું ઓપરેશન પણ સિવિલ હોસ્પિટલમાં થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો