તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો હાહાકાર:AMCએ ઝાયડસ સહિત શહેરની 18 ખાનગી હોસ્પિટલોને કોવિડ ડેઝિગ્નેટેડ જાહેર કરી, કોરોના દર્દીઓ માટે 1219 બેડ વધારાયા

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર - Divya Bhaskar
કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર
  • 18 ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ કોરોનાના દર્દીઓ માટે આરક્ષિત રાખીને 1219 બેડનો વધારો કરાયો
  • આગામી સમયમાં વધુ ખાનગી હોસ્પિટલોને કોવિડ ડેઝિગ્નેટેડ જાહેર કરી બેડની સંખ્યા વધારાશે.

ગુજરાત કોરોનાના અજગર ભરડામાં સપડાયું છે. છેલ્લા 10 દિવસમાં રાજ્યમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. તેમાં પણ અમદાવાદમાં સ્થિતિ દિવસેને દિવસે ગંભીર બની રહી છે. સરકારી હોસ્પિટલો પણ દર્દીઓથી ભરાઈ જતા બેડ હાઉસફુલ થઈ ગયા છે. ત્યારે AMC દ્વારા 18 ખાનગી હોસ્પિટલોનો ડેઝિગ્નેટેડ કોવિડ-19 હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે. આ હોસ્પિટલોમાં 50 ટકા બેડ કોરોનાના દર્દીઓ માટે આરક્ષિત રાખીને 1219 બેડનો વધારો કરવામાં આવ્યો છે.

18 ખાનગી હોસ્પિટલો કોવિડ ડેઝિગ્નેટેડ જાહેર
ખાસ ફરજ પરના અધિકારી ડો. રાજીવ ગુપ્તાએ આ મામલે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. એપિડમિક ડિસિઝ એક્ટ 1897 હેઠળ શહેરની 18 હોસ્પિટલનો ડેઝિગ્નેટેડ કોવિડ-19 હોસ્પિટલ તરીકે જાહેર કરાઈ છે. આ હોસ્પિટલોના 50 ટકા બેડમાં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવશે. ઉપરાંત AMCની હદમાં આવતી તમામ ખાનગી હોસ્પિટલો દ્વારા પ્રાઈવેટ બેડ્સ માટે નિયમ મુજબના ચાર્જ સારવાર માટે વસૂલી શકશે. જો કોઈ હોસ્પિટલ વધારે ચાર્જ વસૂલશે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

કોવિડ ડેઝિગ્નેટેડ જાહેર હોસ્પિટલોની યાદી
કોવિડ ડેઝિગ્નેટેડ જાહેર હોસ્પિટલોની યાદી

18 હોસ્પિટલોમાં 1219 બેડ કોરોના દર્દીઓ માટે ઉમેરાયા
AMC દ્વારા 18 જેટલી ડેઝિગ્નેટેડ કોવિડ-19 હોસ્પિટલમાં કુલ 1219 જેટલા બેડ વધારવામાં આવ્યા છે. જેમાં ઝાયડસ હોસ્પિટલમાં 272, કે.ડી હોસ્પિટલમાં 150 બેડ, સ્ટર્લિંગ હોસ્પિટલમાં 156 બેડ તથા નારાયણા હોસ્પિટલમાં 150 બેડનો સમાવેશ થાય છે. આ સાથે જ મુકેશ કુમાર મુજબ આગામી સમયમાં વધુ ખાનગી હોસ્પિટલોને કોવિડ ડેઝિગ્નેટેડ જાહેર કરીને બેડની સંખ્યા વધારવામાં આવશે.

એસ.વી.પી હોસ્પિટલ પણ કોવિડ ડેઝિગ્નેટેડ
રાજ્યમાં કોરોનાથી સંક્રમિત થનારા દર્દીઓને કોઈપણ પ્રકારની હાલાંકી ના ભોગવવી પડે તે માટે મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળતી કોર કમિટીની બેઠકમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યાં છે.અમદાવાદમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. ત્યારે શહેરની SVP હોસ્પિટલને સંપૂર્ણ રીતે કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે. જેમાં એક હજારથી વધુ બેડની સુવિધા ઉપલબ્ધ કરાશે.

મંજુશ્રી હોસ્પિટલની કેપીસીટી 600 જેટલી કરાશે
આગામી સમયમાં વધુ 200 જેટલી પથારી વધારીને મંજુશ્રી હોસ્પિટલની કેપીસીટી 600 જેટલી કરવામાં આવશે. વેન્ટીલેટરથી લઇ અન્ય અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલ કોરોનાગ્રસ્ત દર્દીઓની સુખાકારીમાં વધારો કરશે. અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમિત દર્દીને કોઇપણ પ્રકારની હાલાકી ભોગવવી ન પડે, કોઇપણ જરૂરિયાતમંદ દર્દી સારવારથી વંચિત ન રહી જાય તે પ્રકારની આરોગ્ય વિભાગ દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટના નવા બિલ્ડીંગમાં પણ કોરોના દર્દીઓની સારવાર માટે બેડની કેપીસીટી વધારીને 175 કરાઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો