તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોઝારો અકસ્માત:લીંબડી પાસે લક્ઝરી બસ પલ્ટી ખાતા અમદાવાદના 18 મુસાફરો ઇજાગ્રસ્ત, 5 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
લીંબડી પાસે લક્ઝરી બસ પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો
 • સોમનાથથી અમદાવાદ જતી લક્ઝરી બસને લીંબડી રાજકોટ હાઇવે પર અકસ્માત નડ્યો

લીંબડી રાજકોટ હાઇવે ઉપર આજે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. સોમનાથથી અમદાવાદ જતી લક્ઝરી બસને લીંબડી રાજકોટ હાઇવે પર અકસ્માત નડ્યો હતો. લીંબડી પાસે લક્ઝરી બસ પલ્ટી ખાતા એક મહિલા સહિત 18 મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. જ્યારે ઘટનાની જાણ 108ને કરાતાં 5 જેટલી એમ્બ્યુલન્સ વાન ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને લીંબડી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા હતા.

આજે લીંબડી રાજકોટ હાઇવે પર વસ્તડીના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સોમનાથથી અમદાવાદ જતી લકઝરી બસના ડ્રાઇવરે સ્ટીયરીંગ ઉપર કાબુ ગુમાવતા ખાનગી લક્ઝરી બસ પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. આ ખાનગી લકઝરી બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા.

આ ગમખ્વાર અકસ્માતમાં એક મહીલા સહીત 18થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતાં એમને લોહિલુહાણ હાલતમાં 5 જેટલી 108 એમ્બ્યુલન્સ વાનમાં તાકીદે લીંબડી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

આ ગોઝારા અકસ્માતના ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ગમખ્વાર અકસ્માતના ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા અકસ્માતના સ્થળે દોડી જઇ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી.

ઇજાગ્રસ્તોના નામોની યાદી

 • 1) જીગર મોદી 25 વર્ષ (વડનગર)
 • 2) ધાર્મિક મોદી 22 વર્ષ (અમદાવાદ)
 • 3) આશિષ જોશી 31 વર્ષ (જૂનાગઢ)
 • 4) મહેશ સાવલીયા 34 વર્ષ (અમદાવાદ)
 • 5) રૂત્વીક પટેલ 26 વર્ષ (અમદાવાદ)
 • 6) શિવલાલ મોહરે 18 વર્ષ (મોટા ત્રાડીયા)
 • 7) મીરાદેવી નરેશચંદ્ર 56 વર્ષ (ચાંગોદર)
 • 8) અનુજકુમાર ગુપ્તા 30 વર્ષ (ચાંગોદર)
 • 9) મેરાભાઇ રાઠોડ 60 વર્ષ (અમદાવાદ)
 • 10) બાબુભાઇ મેરાભાઇ 40 વર્ષ (અમદાવાદ)
 • 11) લક્ષ્મીબેન મેરાભાઇ 60 વર્ષ (અમદાવાદ)
 • 12) દર્શિત અમૃતભાઇ પટેલ 29 વર્ષ (અમદાવાદ)
 • 13) કોમલ જીતેન્દ્રભાઇ 29 વર્ષ (અમદાવાદ)
 • 14) પ્રાંજલ દિપકભાઇ 26 વર્ષ (અમદાવાદ)
 • 15) હરીશ ગુપ્તા 60 વર્ષ (નોઇડા)
 • 16) રેખા ગુપ્તા 55 વર્ષ ( નોઇડા )
 • 17) સૌરભ પટેલ 26 વર્ષ ( પાટણ )
અન્ય સમાચારો પણ છે...