વરસાદી વાતાવરણ વચ્ચે મંગળવારે હોળાષ્ટક પૂરા થયા છે અને બુધવારે રંગપર્વ ધૂળેટી છે. હવે શુભ અને માંગલિક કાર્ય આદરી શકાશે પરંતુ જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર ફાગણ વદ સાતમ ને 15 માર્ચથી ચૈત્ર વદ નોમ ને 14 એપ્રિલ સુધી મીનાર્ક કમૂરતા બેસશે. આ દરમિયાન ચૈત્ર સુદ અગિયારસ ને 1 એપ્રિલથી વૈશાખ સુદ આઠમ ને 28 એપ્રિલ સુધી ગુરુ મહારાજ અસ્ત રહેશે. 15 માર્ચે સવારે 6.35 વાગ્યાથી સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે. આથી એક મહિના સુધી મિનાર્ક કમૂરતાં રહેશે. આ સમય દરમિયાન શુભ અને માંગલિક કાર્યો નહીં કરી શકાય.
જ્યોતિષ શાસ્ત્રના નિયમ અનુસાર ગુરુ મહારાજના શુભત્વમાં ઘટાડો થતો હોવાથી ગુરુના ઘરમાં સૂર્ય ગ્રહનું પરિભ્રમણ અશુભ માનવામાં આવે છે. સાથે જ ચૈત્ર સુદ એકમ ને 22 એપ્રિલથી ચૈત્રી નવરાત્રનો પ્રારંભ થશે. આ જ દિવસે મરાઠી સમાજનો ગુડી પડવો અને સિંધી સમાજનો ચેટીચંડ ઉત્સવ પણ છે. ચૈત્ર સુદ નોમ ને 30 એપ્રિલે ચૈત્ર નવરાત્રીની સમાપ્તિ અને રામનવમીનો તહેવાર છે. આ 9 દિવસ મા અંબાની સાધના કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.