કાર્યવાહી:છેલ્લા 2 દિવસમાં માસ્ક વગર ફરતા 1847 પાસેથી 18 લાખ દંડ વસૂલાયો

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • રવિવારે એક જ દિવસમાં માસ્ક વિનાના 1197 લોકો પકડાયા
  • મ્યુનિ.એ પણ માસ્ક વગરના 87 લોકોને પકડીને દંડ વસૂલ્યો

શહેરમાં કોરોના અને ઓમિક્રોનના કેસ વધી રહ્યા હોવાથી પોલીસને માસ્ક પહેર્યા વગર ફરતા લોકોને પકડીને દંડ વસૂલ કરવા કડક સૂચના આપવામાં આવી હતી, જેના ભાગરૂપે પોલીસે રવિવારે એક જ દિવસમાં માસ્ક પહેર્યા વગર ફરતા 1197 લોકોને પકડીને તેમની પાસેથી રૂ.11.97 લાખનો દંડ વસૂલ કર્યો હતો.

સોમવારે પણ સાંજે 5 વાગ્યા સુધીમાં માસ્ક પહેર્યા વગર ફરી રહેલા 650 લોકોને પોલીસે પકડીને તેમની પાસેથી પણ રૂ.6.50 લાખનો દંડ વસૂલ કર્યો હતો. આમ પોલીસે છેલ્લા દોઢ જ દિવસમાં માસ્ક પહેર્યા વગર ફરી રહેલા 1847 લોકોને પકડીને રૂ.18.47 લાખનો દંડ વસૂલ કર્યો હતો.

શનિવારે પણ પોલીસે માસ્ક વગર ફરતા 573 લોકોને પકડીને રૂ.5.73 લાખનો દંડ વસૂલ કર્યો હતો. જ્યારે શુક્રવારે પણ 638 વ્યકિતને પકડીને ર.6.38 લાખનો દંડ વસૂલ કર્યો હતો. માર્ચ 2020 બાદ કોરોનાના કેસો વધી ગયા હોવાથી શહેર પોલીસ માસ્ક વગર ફરતા રોજના 3થી 4 હજાર લોકોને પકડીને રૂ.30થી 40 લાખનો દંડ વસૂલ કરતી હતી, પરંતુ દિવાળી બાદ પોલીસે માસ્ક વગર ફરતા લોકોને પકડવાનું ઓછું કરી દીધંુ હતું.

છેલ્લા 10 દિવસ પહેલાં સુધી તો પોલીસ રોજના માત્ર 100થી 200 લોકોને જ પકડતી હતી, પરંતુ કોરોના અને ઓમિક્રોનના કેસ વધી રહ્યા હોવાથી પોલીસે ફરી વખત માસ્ક વગર ફરતા લોકોને પકડીને દંડ વસૂલ કરવાનું વધારી દીધું છે. બીજી તરફ મ્યુનિ.એ પણ મોલ, મલ્ટિપ્લેક્સ, કોમર્શિયલ એકમોમાં માસ્ક સિવાય ફરતા લોકો પાસેથી દંડ વસૂલ્યો હતો.

મ્યુનિ.ની ટીમે 87 લોકોને પકડી માસ્કનો દંડ વસૂલ્યો

ઝોનપકડાયેલા
પૂર્વ23
પશ્ચિમ10
ઉત્તર12
દક્ષિણ15
મધ્ય6
ઉ.પશ્ચિમ14
દ.પશ્ચિમ7
કુલ87
અન્ય સમાચારો પણ છે...