ટેક્સ / કંપનીના MDને અપાતાં ભથ્થાં પર 18 ટકા GST ભરવો પડશે

18% GST will have to be paid on the allowance given to the MD of the company
X
18% GST will have to be paid on the allowance given to the MD of the company

  • કંપની અને ડાયરેક્ટર વચ્ચે માલિક-નોકરનો સંબંધ નહીં, એ માત્ર કાયદા દ્વારા ઊભો થયેલો કંપની ચલાવવાનો કોન્ટ્રાક્ટ છે:  AAR

દિવ્ય ભાસ્કર

Apr 09, 2020, 05:15 AM IST

અમદાવાદ  . તાજેતરમાં પ્લે ક્રાફટ કંપનીએ રાજસ્થાન એડવાન્સ રૂલિંગ ઓથોરિટી સમક્ષ સ્પષ્ટતા માગી હતી કે, કંપની તરફથી ડાયરેક્ટર અને ચીફ મેનેજિંગ ડાયરેક્ટરોને અપાતાં પગાર-ભથ્થાં અને લાભોને જીએસટી કાયદા હેઠળ માલિક અને નોકર વચ્ચેનો સંબંધ ગણી શકાય કે નહીં અને આ ભથ્થાં પર કંપનીની જીએસટી ભરવાની જવાબદારી આવે કે નહીં? જેની સ્પષ્ટતા કરતા એડવાન્સ રૂલિંગ ઓથોરિટીએ જણાવ્યું કે, ડાયરેક્ટર અને કંપની વચ્ચે માલિક અને નોકરનો સંબંધ નથી. તે કાયદા દ્વારા ઊભો થયેલો કંપની ચલાવવાનો કોન્ટ્રાક્ટ છે, જેથી ડાયરેક્ટરને ચૂકવવામાં આવતી રકમ જીએસટી કાયાદા પ્રમાણે સપ્લાયમાં આવે છે. કંપની દ્વારા ડાયરેકટરને ચૂકવવામાં આવતા પગાર, ભથ્થાં પર જીએસટી કાયદા મુજબ રિવર્સ ચાર્જના પ્રોવિઝન પ્રમાણે 18 ટકા જીએસટી ભરવાની જવાબદારી ઊભી થાય છે, જેના કારણે દેશની દરેક કંપનીએ તેમના ડાયરેક્ટરને આપવામાં આવતા પગાર-ભથ્થાં પર જીએસટી ભરવો પડશે. 
આ અંગે  સીએ આશિષ ખંધારે જણાવ્યું કે, ડાયરેકટરને કંપની દ્વારા આપવામાં આવતા પગાર ભથ્થાં માલિક અને નોકરના સંબંધના દાવે અપાય છે  માટે જીએસટીમાં મુક્તિ આપવી જરૂરી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી