અમદાવાદના વેપારી સાથે છેતરપિંડી:રિચાર્જ વાઉચરના 1.79 કરોડ ન આપી ઠગાઈ; મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, તમિલનાડુ, બિહાર, પંજાબ અને દિલ્હીના વેપારીઓ સામે ફરિયાદ

અમદાવાદ​​​​​​​22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

મલ્ટિ રિચાર્જ, બિલ પેમેન્ટ અને એમેઝોન ગિફટ વાઉચર આપવા - લેવાનો ધંધો કરતા અમદાવાદના વેપારી પાસેથી ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, બિહાર, પંજાબ અને પંજાબના વેપારીઓએ રૂ.1.79 કરોડની છેતરપિંડી કરી છે.

મેમનગરના સામ્રાજ્ય ટાવરમાં રહેતા ચંદ્રકાંતભાઈ ત્રિકમાણી(63) સોલા રોડ પર 4 ભાગીદાર સાથે મલ્ટી રીચાર્જ, યુટીલીટી બિલ પેમેન્ટ અને ગિફ્ટ વાઉચરનો ધંધો કરે છે. વર્ષ 2017-2018માં ઉત્તરપ્રદેશની રિધ્ધી એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર મનોજભાઈ ગોયલ, મધ્યપ્રદેશની વિધી - ઈ સર્વિસ ના પ્રોપરાઈટર અશોક બાવીસ્ટલ, તામિલનાડુના ગોલ્ડન કોમ્યુનિકેશનના પ્રોપરાઈટર સતીષકુમાર થંગરાથીનમ, બિહારની ડિજિટલ સર્વિસના પ્રોપરાઈટર અનિલકુમાર, પંજાબના આનંદ કુલભુષણ અને દિલ્હી ટીકરી કલાન ખાતેની જીએસએમ પેસ્માર્ટ બીઝ રિચાર્જ ના પ્રોપરાઈટર ને રૂ.1.79 કરોડનું રિચાર્જ બેલેન્સ અને એમેઝોન ગીફટ વાઉચર આપ્યા હતા.

આ 6 વેપારીઓ ચંદ્રકાંતભાઈ પાસેથી રીચાર્જ અને ગિફ્ટ વાઉચર મેળલી લઈ પૈસા નહીં આપી છેતરપીંડી કરી હતી. આ અંગે ચંદ્રકાંતભાઈએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં 6 વેપારીઓ વિરુધ્ધ છેતરપીંડીની ફરિયાદ કરી છે. તામિલનાડુના વેપારીએ લગ્ન હોવાથી ચંદ્રકાંતભાઈને વિનંતી કરી 45 લાખ રિચાર્જ લઈને સામે માત્ર 10 લાખ જ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...