કોરોનાવાઈરસ:3 લાખથી વધુ શ્રમિકોને વતન પહોંચાડવા 177 ટ્રેન દોડાવાઈ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિહાર જવા બે દિવસ પહેલા શ્રમિકો  અમદાવાદ આવી પહોંચ્યા હતા. - Divya Bhaskar
બિહાર જવા બે દિવસ પહેલા શ્રમિકો અમદાવાદ આવી પહોંચ્યા હતા.
  • અમદાવાદ શહેર-જિલ્લાના પરપ્રાંતીયોને વતન પહોંચાડવાનું કાર્ય પૂર્ણ

અમદાવાદ શહેર અને જિલ્લામાંથી અત્યાર સુધીમાં અંદાજે સાડા પાંચ લાખ જેટલા પરપ્રાંતીય શ્રમિકો પોતાના વતન પહોંચ્યા છે. આમાંથી ત્રણ લાખથી વધુ શ્રમિકોને 177 ટ્રેન મારફતે  અને બે લાખથી વધુ શ્રમિકોને ખાનગી વાહન મારફત વતન પહોંચાડવામાં આવ્યા છે. 
છેલ્લી ટ્રેન વિરમગામથી રવાના થઈ, 1400 શ્રમિકો બુધવારે રવાના થયા
કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી સહિત તમામ મામલતદાર કચેરી દ્વારા પરપ્રાંતીય શ્રમિકોને વતન પહોંચાડવાની છેલ્લા 25 દિવસથી કામગીરી ચાલતી હતી. જે આજે પૂર્ણ થઈ છે. બુધવારે વિરમગામ ખાતેથી શ્રમિકોને લઈને છેલ્લી ટ્રેન રવાના થઈ હતી. આ ટ્રેનમાં 1600 ના બદલે 1400 શ્રમિકો હતા. 
જિલ્લાના અધિક કલેક્ટર હર્ષદ વોરાએ કહ્યુ કે, જિલ્લા કલેકટર સહિત તમામ અધિકારીઓ છેલ્લા 25 દિવસથી સતત કામગીરી કરી રહ્યા હતા. અમદાવાદ શહેર-જિલ્લામાંથી અંદાજે 5.30 લાખ જેટલા શ્રમિકો વતન પહોંચ્યા છે. આમાંથી 177 જેટલી ટ્રેન મારફત ત્રણ લાખથી વધુ શ્રમિકો વતન ગયા છે. બાકીના ખાનગી વાહન મારફત વતન પહોંચ્યા છે. જોકે આ કામગીરી દરમિયાન ડેપ્યુટી મામલતદાર દિનેશ રાવલનું કોરોનાથી મૃત્યુ પણ થયું હતું. આ ઉપરાંત 15 જેટલા કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, જેના કારણે જિલ્લા કલેકટર  કચેરીઓમાં સ્ટાફ ઘણો ઓછો છે. રૂટીન કામગીરી શરૂ થતાં થોડોક સમય લાગશે.

અન્ય સમાચારો પણ છે...