તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્પર્ધા:નેશનલ કોંક્રિટ ક્વિઝોથોન સ્પર્ધામાં દેશમાંથી 176 ટીમોએ ભાગ લીધો

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિરમા યુનિવર્સિટીના સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા ક્વિઝોથોન
  • 176 હાઇએસ્ટ સ્કોર સાથે નિરમાના વેદાંશી શાહ અને ધ્રુવ ઠક્કરની ટીમ વિજેતા બનीી

ઇન્ડિયન કોંક્રિટ ઇન્સ્ટિટયૂટ સ્ટુડન્ટ્સ ચેપ્ટર નિરમા યુનિવર્સિટી અને સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા નેશનલ કોક્રિટ ક્વિઝોથોન સ્પર્ધાનું આયોજન કરાયું હતું. સિવિલ એન્જીયરીંગમાં વિદ્યાર્થીઓનો પ્રેક્ટિકલ એપ્રોચ વધે તે માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સમગ્ર દેશભરની વિવિધ કોલેજોની 170થી વધુ ટીમ એ ભાગ લીધો હતો. જેમા ૩૦ ટીમો ગુજરાતની હતી. ત્રણ રાઉન્ડમાં યોજાયેલી સ્પર્ધામાં ટીમોએ વિવિધ ક્વિઝ રાઉન્ડ પાર કરવાનાં હતાં. જેમાં ફાઇનલ રાઉન્ડમાં એલ.ડી.એન્જીયરીંગ, પી.એસ.જી કોલેજ, મણિપાલ યુનિવર્સિટીની ટીમ, નિરમાની ટીમ સાથે 10 કોલેજ ટીમો પહોંચી હતી.

ફાઇનલ રાઉન્ડ ત્રણ સ્ટેજમાં યોજાયો હતો. જેમાં પ્રથમ સ્ટેજમાં એક વીડિયો આધારિત રાઉન્ડ હતો. જેમાં વીડિયો પરથી 10 પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતાં. બીજા રાઉન્ડમાં 15 પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતાં.અંતિમ સ્ટેજ રેપિડ ફાયર રાઉન્ડમાં 1 મિનિટના સમયગાળામાં દરેક ટીમોએ વધુમાં વધું પ્રશ્નોના સાચા જવાબ આપવાનાં હતાં. જેમાં બિલ્ડિંગ મોડનો ટોપ ડાયામીટર, સિમેન્ટ બનાવવાની પ્રોસેસમાં વસ્તુઓ કેટલાં તાપમાનમાં ગરમ કરવામાં આવે છે? માસ્ક ક્રોક્રિટની એગ્રિકેટની મેક્સિમસ સાઇઝ શું હોઇ શકે? જેવાં પ્રેક્ટિકલ સવાલોના જવાબ આપીને 176 હાઇએસ્ટ સ્કોર સાથે નિરમાના વેદાંશી શાહ અને ધ્રુવ ઠક્કરની ટીમ વિજેતા બન્યાં હતાં. સિવિલ એન્જીનયરિંગ ડિપાર્ટમેન્ટનાં હેડ ડૉ. ઉર્મિલ દવે જણાવ્યું હતું કે સિવિલ એન્જિનિયરિંગ જેવી વિશાળ બ્રાન્ચમાં પુસ્તકના જ્ઞાન કરતાં વધારે પ્રેક્ટિકલ શિક્ષણની વધારે જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...