તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એક તરફ ભાજપ દ્વારા વિકાસનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે બીજી તરફ શહેરના 176 જેટલા કોર્પોરેટરે 2019 અને 2020ના નાણાંકીય વર્ષમાં જ 10 કરોડનું બજેટ તો માત્ર બાંકડા અને સોસાયટીઓના બોર્ડ લગાવવામાં ફાળવી દીધું છે. તેમાં પણ ઘાટલોડિયા અને ગોતાના 3 કોર્પોરેટરે તો બાંકડા પાછળ સૌથી વધારે બજેટ બાંકડા માટે ફાળવ્યા છે. જ્યારે ગેટ માટે નવરંગપુરા, ચાંદખેડા અને સાબરમતીના કોર્પોરેટરે વધુ નાંણાં ફાળવ્યાનું સામે આવ્યું છે.
નોંધનીય છેકે, નવાવાડજ વોર્ડમાં બોર્ડ બનાવવા પાછળ જ 56 લાખનું બજેટ ફાળવ્યું છે. તો નવરંગપુરાએ 46.02 લાખ , ખોખાડમાં 38.50 લાખનું બજેટ ફાળવ્યું હતું. ખાડિયાના કોર્પોરેટરોએ બાંકડા પાછળ 16 લાખ જ્યારે બોર્ડ પાછળ 9.75 લાખ ખર્ચ્યા હતા. એ જ રીતે સૈજપુર બોઘાના કોર્પોરેટર બાંકડા પાછળ 10.66 અને 10.42 લાખ ખર્ચ્યા હતા. સરસપુર, ઘાટલોડિયા, ગોતા, બોડકદેવ, થલતેજ, ચાંદલોડિયાના કોર્પોરેટરોએ બાંકડા પાછળ 9થી માંડી 16 લાખ સુધીનો જ્યારે બોર્ડ મુકાવવા પાછળ 5થી માંડી 23 લાખ સુધીનો ખર્ચ કર્યો હતો. નવરંગપુરામાં પણ કોર્પોરેટરે બાંકડા માટે લગભગ 6.50 લાખ જ્યારે બોર્ડ પાછળ 46 લાખ રૂપિયાનું આંધણ કર્યું હોવાનું જાણવા મળે છે.
આ કોર્પોરેટરે કુલ બજેટના 40 ટકા બોર્ડ માટે ફાળવ્યા
નામ | વોર્ડ | ખર્ચ (લાખમાં) |
રમેશ પટેલ | નવાવાડજ | 17.25 |
ભાવના વાઘેલા | નવાવાડજ | 12.5 |
જિજ્ઞેશ પટેલ | નવાવાડજ | 12.25 |
દક્ષાબેન પટેલ | નવાવાડજ | 12 |
જયશ્રી જાગરિયા | વાસણાં | 12 |
રાજેન્દ્રસિંહ સોલંકી | નવરંગપુરા | 16.5 |
કલ્પનાબેન વૈદ્ય | ચાંદખેડા | 13.4 |
ચંચળબેન પરમાર | સાબરમતી | 11.83 |
ચેતન પટેલ | સાબરમતી | 13.5 |
વંદના શાહ | નવરંગપુરા | 15 |
આ વોર્ડમાં સૌથી વધારે નાણાં ખર્ચાયા
વોર્ડ | બાંકડા પાછળ ખર્ચ | બોર્ડ પાછળ ખર્ચ |
સ્ટેડીયમ | 10.17 | 10.1 |
રાણીપ | 9.26 | 31.33 |
નવા વાડજ | 8.84 | 56 |
ચાંદખેડા | 7.96 | 30.67 |
વાસણા | 4 | 31.25 |
નવરંગપુરા | 6.41 | 46.02 |
પાલડી | 6 | 5.5 |
ઇસનપુર | 10.5 | 11.16 |
લાંભા | 8.66 | 18 |
ખોખરા | 6.8 | 38.5 |
મણિનગર | 4.25 | 17.25 |
નિકોલ | 10 | 8.38 |
અમરાઇવાડી | 6.05 | 15.7 |
ઓઢવ | 6.48 | 19.4 |
ભાઇપુરા | 5.5 | 16.56 |
હાથીજણ | 6.45 | 15.22 |
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.