જાહેરાત:પ્રાથમિક શાળાઓમાં 1753 સંગીત શિક્ષકની ભરતી થશે, મહત્તમ માસિક વેતન રૂ. 9 હજાર સુધી રહેશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં તદ્દન હંગામી ધોરણે 1753 સંગીતના શિક્ષકોની ભરતી કરાશે. શિક્ષકોને એક તાસ દીઠ રૂ. 50નું વેતન આપવામાં આવશે. શિક્ષકને દરરોજના 6થી 8 તાસ આપવામાં આવશે. આ શિક્ષકોની માસિક પગાર મર્યાદા રૂ. 9 હજારની રહેશે. આ શિક્ષકોની નિમણૂક 8 ઓગસ્ટથી 30 એપ્રિલ 2023 સુધીની રહેશે.

શિક્ષણ વિભાગે જાહેર કરેલા નોટિફિકેશનમાં અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 18થી નીચે અને 38 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ ઉપરાંત સંગીતના શિક્ષકોને સૌથી પહેલાં વધુ સંખ્યા ધરાવતી સ્કૂલોમાં મોકલવામાં આવશે. આ ઉપરાંત ધોરણ 6થી 8ના ધોરણને પહેલાં તાસ ફાળવવાના રહેશે. સાથે જ સંગીત શિક્ષકે જે સ્કૂલમાં તાસ લીધા હશે તેનું પ્રમાણપત્ર ઉપરની સ્કૂલમાં આપવાનું રહેશે, જેને આધારે શિક્ષકોનો પગાર નક્કી થશે. આ શિક્ષકોને શૈક્ષણિક કામગીરીમાં કોઈ રજા કે છૂટ આપવામાં આવશે નહિ.

ઉલ્લેખનીય છે કે, છેલ્લાં બે વર્ષથી વધુ સમયથી સંગીતના શિક્ષકોની કાયમી ભરતી ન થતાં બાળકો સંગીતના અભ્યાસથી વંચિત રહેતા હતા. વારંવાર રજૂઆતોને પગલે સરકારે હંગામી ધોરણે ભરતી જાહેર કરી છે.

અમદાવાદ શહેર-જિલ્લામાં 44 શિક્ષકોની ફાળવણી
શિક્ષણ વિભાગે જાહેર કરેલી જિલ્લાની યાદીમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં 44 શિક્ષકની ફાળવણી કરાશે. સ્કૂલોમાં સામે ઓછા શિક્ષકોની ફાળવણી થતા સ્કૂલો વચ્ચે શિક્ષક માટે ખેંચતાણ વધવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...