તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોગ્ય કર્મીઓએ માનવતા નેવે મૂકી:રાજ્યની 6 મેડિકલ કોલેજના 1700 ડોક્ટર આજથી હડતાળ પર ઉતર્યા, માગણીઓ યોગ્ય હોઈ શકે છે, પણ હડતાળ માટેનો સમય ખોટો છે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અસારવા સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલની 290થી વધુ નર્સો બુધવારે તેમની પડતર માગણીઓ મુદ્દે હડતાળ પર ઊતરી ગઈ હતી. - Divya Bhaskar
અસારવા સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલની 290થી વધુ નર્સો બુધવારે તેમની પડતર માગણીઓ મુદ્દે હડતાળ પર ઊતરી ગઈ હતી.
  • નર્સ ડે પર જ સિવિલ, સોલા સિવિલનો 290થી વધુનો નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઊતરી જતાં કોરોનાના દર્દીઓનાં સગાંમાં રોષ

વિશ્વમાં 12 મેના રોજ ઇન્ટરનેશનલ નર્સિંગ દિવસ તરીકે મનાવાતો હોવાથી શહેરની વિવિધ હોસ્પિટલો દ્વારા દર્દીને તણાવમુક્ત રાખવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ત્યારે સોલા સિવિલના નર્સિંગ સ્ટાફે પોતાની વિવિધ માગણીને આગળ ધરીને હડતાળ પર ઊતરી ગયા છે તેમ જ રાજ્યની 6 મેડિકલ કોલેજોના 1700 અધ્યાપક શુક્રવારથી હડતાળ પર ઊતરવાની ચીમકી ઉચ્ચારી છે. સોલા સિવિલના 290થી વધુ જેટલા નર્સિંગ સ્ટાફે પોતાની માગણીને પ્રાધાન્ય આપીને હડતાળ પર ઊતરી જતાં દર્દીનાં સગાંમાં રોષની લાગણી ફેલાઈ છે. જોકે સોલા સિવિલનાં સુપરિટેન્ડેન્ટ ડો. પીનાબેન સોનીએ જણાવ્યું કે, દર્દીઓને તકલીફ ન પડે તે માટે તાત્કાલિક 100 નર્સિંગ સ્ટુડન્ટ ફરજ બજાવી રહ્યા છે તેમ જ વધારાનો સ્ટાફ ડેપ્યુટેશન પર બોલાવાયો છે.

10 પ્રશ્ન ઉકેલવા મંજૂરી, ડોક્ટર માનવતા રાખી ફરજ બજાવે: નીતિન પટેલ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે કે, યુએન મહેતામાં સારવાર લઇ રહ્યો હતો ત્યારે રાજ્યના તબીબી શિક્ષકોના પ્રમુખે મને રજૂઆત કરી હતી. તેમના વાજબી પ્રશ્નોનો ઉકેલ લાવવાના પ્રયાસ કરીશ. મેં 10 પ્રશ્નો ઉકેલ્યા છે. પ્રદીપસિંહ જાડેજા અને આરોગ્ય વિભાગના અધિકારીઓ વચ્ચેની બેઠક પછી જે સૂચનો કરવામાં આવ્યાં છે તે સૂચનો મેં સ્વીકાર્યાં છે. આ સાથે ડોક્ટરો માનવતા રાખી ફરજ બજાવે તેવી તેમણે અપીલ કરી હતી.

શુક્રવારથી કોવિડ ડ્યૂટીથી અળગાં રહીશું
પ્રમોશન, ઠરાવોના વાંધા બંધ કરવા, નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સમાં સુધારા સહિતના વિવિધ પ્રશ્નોને મુદ્દે અમે ગુરુવારથી હડતાળ પર ઉતરીશું, પરંતુ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને તબીબી શિક્ષણ વિભાગને 24 કલાકનો સમય મળે અને હડતાળ નિવારી શકાય. જો નિર્ણય નહીં લેવાય તો શુક્રવારથી કોવિડ ડ્યૂટી બંધ કરીને હડતાળ પર ઊતરીશું. > ડો. રજનીશ પટેલ, પ્રમુખ, ગુજ. મેડિકલ ટીચર્સ એસો.

સિવિલના નર્સિંગ સ્ટાફે હાથે કાળી રિબિન બાંધી વિરોધ નોંધાવ્યો
અસારવા સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલની 290થી વધુ નર્સો બુધવારે તેમની પડતર માગણીઓ મુદ્દે હડતાળ પર ઊતરી ગઈ હતી. તેમની સાથે અન્ય મેડિકલ સ્ટાફ પણ જોડાયો હતો. સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે જમણા હાથે કાળી રિબિન બાંધીને વિરોધ નોંધાવ્યો હતો. જોકે નર્સો હડતાળ પર ઊતરી જતાં દર્દીઓનાં સગાંમાં રોષની લાગણી પ્રવર્તી હતી.

અન્ય સમાચારો પણ છે...