તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:દિવાળી તહેવારોને ધ્યાનમાં રાખી એસટી દ્વારા 170 વધુ બસો દોડાવાશે, સાળંગપુર કષ્ટભંજન દેવે પહેર્યા 6.50 કરોડના 8 કિલો સોનાના હીરાજડિત વાઘા

5 મહિનો પહેલા

નમસ્કાર!

દિવાળી તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત પરિવહન નિગમ દ્વારા 170 વધુ બસો દોડાવાશે. સાળંગપુરમાં દિવાળીના પર્વ નિમિત્તે કષ્ટભંજન દેવને 6.50 કરોડના 8 કિલો સોનાના હીરાજડિત વાઘા પહેરાવવામાં આવ્યા છે. ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

આ 4 ઘટના પર રહેશે નજર
1) દિવાળી તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત પરિવહન નિગમ દ્વારા 170 વધુ બસો દોડાવાશે.
2) માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા સ્વજનોને અમદાવાદ સહિત રાજ્યભરમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.
3) દિવાળીના પર્વ નિમીત્તે દ્વારકાધીશ મંદિરમાં ઠાકોરજીને અન્નકુટ ધરાવાશે.
4) પડતર દિવસે બજારોમાં ખરીદી માટે ભીડ જોવા મળશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

કષ્ટભંજન દેવને સુવર્ણ અને હીરાજડિત વાઘા પહેરાવવામાં આવ્યા
કષ્ટભંજન દેવને સુવર્ણ અને હીરાજડિત વાઘા પહેરાવવામાં આવ્યા

1.) સાળંગપુર કષ્ટભંજન દેવે પહેર્યા 6.50 કરોડના 8 કિલો સોનાના હીરાજડિત વાઘા
સાળંગપુરમાં દિવાળીના પર્વ નિમિત્તે સમૂહયજ્ઞ પછી કષ્ટભંજન દેવને સુવર્ણ અને હીરાજડિત વાઘા પહેરાવવામાં આવ્યા છે. ભગવાનને પહેરાવવામાં આવેલા આ સુવર્ણ અને હીરાજડિત વાઘા 8 કિલો સોનામાંથી તૈયાર કરવામાં આવ્યા છે, જેની કિંમત 6.25 કરોડ રૂપિયા છે, સાથે જ શ્રીકષ્ટભંજન દેવનાં મુગટ અને કુંડળમાં રિયલ ડાયમંડ લગાવવામાં આવ્યા છે, જેની કિંમત અંદાજે 1 કરોડ રૂપિયા છે.
વાંચો સમાચાર વિગતવાર

2.) રાધનપુર પાસે બેકાબૂ કાર ખેતરમાં કામ કરતા ખેડૂતો પર ફરી વળી, 3ના ઘટનાસ્થળે મોત
રાધનપુરથી સાત કિ.મી. દૂર કલ્યાણપુર ગામ ગામમાં નેશનલ હાઇવેની સાઇડ પર આવેલા ખેતરમાં પાંચ યુવાન ખેડૂતો ખેતરની વાડ કરી રહ્યા હતા. એ સમયે કચ્છ તરફથી આવતી ક્રેટા કારના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા કાર ઓવર સ્પીડમાં ખેતરમાં ઘૂસી ગઇ હતી. જ્યાં કારે ખેતરમાં કામ કરી રહેલા લોકોને અડફેટે લેતાં ત્રણના ઘટનાસ્થળે મોત થયા હતા, જ્યારે અન્ય બેનો ચમત્કારિક બચાવ થયો હતો.
વાંચો સમાચાર વિગતવાર

3.) સુરતમાં ફૂલહાર અને ભગવાનના ફોટા કોઝવેમાં પધરાવી ન્હાવા પડતાં ત્રણ મિત્રો ડૂબ્યા,એકનું મોત
વેડરોડ વિસ્તારના બે ભાઈ સહિત ત્રણ કિશોર સવારે ફૂલહાર અને ભગવાનના જૂના ફોટાઓ કોઝવેના પાણીમાં પધરાવવા ગયા હતા. બાદમાં ત્રણે જણા કોઝવેમાં નાહવા માટે ગયા હતા. જેમાં અચાનક ત્રણેય મિત્રો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જેની જાણ થતાં આસપાસના તારવૈયાઓએ બે મિત્રને બચાવી લીધા હતા. જ્યારે ફાયર વિભાગના જવાનોએ ડૂબી ગયેલા ધોરણ 10ના વિદ્યાર્થીને બહાર કાઢ્યો હતો. જોકે, હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરાયો હતો.
વાંચો સમાચાર વિગતવાર

4.) અમદાવાદની અસારવા સિવિલમાં એક જ રાતમાં કોરોનાના 98 દર્દીઓને દાખલ કરાયાં
અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં શુક્રવારની એક રાતમાં 98 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. નવા દર્દીઓને દાખલ કરવા માટે બે નવા કોરોના વોર્ડ ખોલવા પડ્યા હોવાનું સિવિલ હોસ્પિટલના સત્તાધીશો કહી રહ્યાં છે. તહેવારોની સીઝનમાં ભીડ અને પ્રદૂષણને કારણે કેસો વધવાની સંભવના છે. આ જ પરિસ્થિતિ રહી તો આવતા અઠવાડિયામાં સિવિલ હોસ્પિટલ કોરોના દર્દીઓથી ભરાઈ જશે.
વાંચો સમાચાર વિગતવાર

5.) અંબાજી મંદિરના આરતી અને દર્શન બંનેના સમયમાં ફેરફાર કરાયો
કોરોના મહામારી અને દિવાળીને ધ્યાને રાખીને ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરના આરતી અને દર્શન બંનેના સમયમાં ફેરફાર કરાયો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદીમાં જણાવ્યું છે કે, બેસતા વર્ષથી લઇને લાભ પાંચમ સુધી આરતી-દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. અંબાજી માતાના મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતાને ખાતર આરતી તથા દર્શનનો સમય બદલવામાં આવ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો