તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘર વાપસી:ઉત્તરાખંડની 1 સહિત યુપીની 11 ટ્રેનમાં 17 હજાર શ્રમિકો રવાના

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમદાવાદથી  50 દિવસ બાદ ઉત્તરાખંડ માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા શ્રમિકોને લાવવા માટે ટ્રેનની મંજૂરી આપવામાં આવી ન હોતી. ખાનગી બસોને પણ પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. અંતિમ મંજૂરી આપતા ઉત્તરાખંડની એક અને યુપીની 10 મળી કુલ 11 ટ્રેનોમાં 17,600 શ્રમિકો વતન જવા રવાના થયા હતા. 
અમદાવાદ જિલ્લાના કલેક્ટર હર્ષદ વોરાએ કહ્યું કે, કાલુપુર અને મણિનગર રેલવે સ્ટેશન પરથી ટ્રેનને રવાના કરાઈ હતી. ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંકલનમાં હતા. મંજૂરી નહીં મળવાના કારણે ટ્રેનની વ્યવસ્થા થઈ શકી ન હતી. ઉત્તરાખંડની ટ્રેનમાં 1600 શ્રમિકો રવાના થયા હતા. જ્યારે યુપીની ઉત્તર પ્રદેશની 10 ટ્રેનોમાં 16000 શ્રમિકો ને બેસાડવામાં આવ્યા હતા. કુલ 11 ટ્રેનોમાં 1600 શ્રમિકો પોતાના વતન રવાના થયા હતા. શ્રમિકો માટે પાણી નાસ્તો અને જમવાની પૂરતી વ્યવસ્થા કરાઇ હતી. 
ઉત્તર પ્રદેશના સૌથી વધુ પરપ્રાંતીયો
અમદાવાદમાં ઉત્તરપ્રદેશના સૌથી વધુ શ્રમિકો છે, જેમાંથી મોટા ભાગના શ્રમિકો પોતાના વતન જશે. ઘણા શ્રમિકો ઉત્તરપ્રદેશ પહોંચી ગયા છે. જ્યારે બાકીના શ્રમિકોને પણ પહોંચાડવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. મામલતદાર કચેરીમાં નોંધાયેલા આંકડા મુજબ ઉત્તરપ્રદેશના શ્રમિકોનો આંકડો 50 હજારની આસપાસ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો