શહેરમાં જુદા જુદા વિસ્તારમાં 17 મિલકતધારકો દ્વારા લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સની રકમ ચૂકવવામાં આવતી નથી ત્યારે મ્યુનિ. દ્વારા આવી મિલકતોને નોટિસ આપી જો 7 દિવસમાં બાકી ટેક્સની રકમ નહીં ચૂકવે તો તેમની મિલકતોની જાહેર હરાજી કરીને નાણાં વસૂલવાની ચીમકી આપી છે. આ 17 મિલકતો પાસેથી મ્યુનિ.ને કુલ 5.32 કરોડથી વધારેની રકમ લેણી નીકળે છે.
મ્યુનિ. ટેક્સ વિભાગે જણાવ્યું છે કે, 10થી 92 લાખ રકમ નહીં ભરતી આ 17 મિલકતોના માલિકને વારંવાર નોટિસ આપવા છતાં પણ તેમના દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા ન હતા. તેમજ હાલ મ્યુનિ.એ ટેક્સ માફીની યોજના ચાલુ હોવા છતાં પણ લાભ મેળવવા કોઇ પ્રયાસ કરાયો ન હતો.
બે સિનેમાગૃહ, જીઆઇડીસી વિસ્તારની કેટલીક મિલકતો, ટેક્સટાઈલની જૂની મિલકતો સહિત માટી સંખ્યામાં મિલકતોનો સમાવેશ થાય છે. ઓઢવમાં આવેલી ન્યુ જગત ટેક્સટાઈલનો સૌથી વધુ રૂ.92 લાખ પ્રોપર્ટી ટેક્સ બાકી નીકળી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.