નારણપુરામાં હાઉસિંંગ બોર્ડની સૌથી મોટા 312 ફલેટની રામેશ્વર એપાર્ટમેન્ટમાં રિડેવલપમેન્ટ માટે અસંમત 17 સભ્યોને હાઉસિંગ બોર્ડે નોટિસ આપી કાર્યવાહી શરૂ કરી છે. અસંમત સભ્યોની સુનાવણી થઇ ગઇ છે. પરંતુ બોર્ડે એવિક્શન ઓર્ડરના અમલમાં વિલંબ કર્યો છે.
બોર્ડ અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, 75 ટકા સભ્યો સંમત હોય તો બાકીના 25 ટકા અસંમત સભ્યોની તબક્કાવાર સુનાવણી કરાય છે. અસંમત સભ્યનું કારણ યોગ્ય હોય તો કમિટીના સભ્યો કે ડેવલપર્સને બોલાવીને તેનો નિકાલ કરાય છે. પરંતુ કારણ યોગ્ય નહીં હોવા છતાં સભ્ય સુનાવણીમાં હાજર રહે નહીં અને પોતે મકાન ખાલી કરે નહીં તો બોર્ડ મકાનનો કબજો મેળવી લે છે. રામેશ્વર એપાર્ટમેન્ટના 17 અસંમત સભ્યો માટે 3 મહિનાથી સુનાવણી ચાલે છે. સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ- 3ના અસંમત 17 સભ્યોની સુનાવણીની પ્રક્રિયા પણ હાલ પૂરી થઇ ગઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.