મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટની ઘટના:કોર્ટની લિફ્ટમાં 17 વકીલો 11 મિનિટ સુધી ફસાઈ રહ્યા, મેમ્બરે બાર પ્રમુખને ફોન કરવો પડ્યો

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યની સૌથી મોટી ઘી-કાંટા વિસ્તારમાં આવેલી મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ગુરુવારે સવારે 4 નંબરની લિફ્ટમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સિનિયર સભ્ય અનિલ કેલ્લા સહિત 17 વકીલો ફસાઇ ગયા હતા. જોકે 11 મિનિટની જહેમત બાદ લિફ્ટ ખૂલતા ફસાયેલા વકીલોને હાશકારો થયો હતો.

ગુરુવારે સવારે 11.30 વાગે સિનિયર વકીલો સહિત 17 લોકો કોર્ટની લિફ્ટમાં હતા, એ વખતે કોઈ ટેક્નિકલ કારણસર લિફ્ટનો દરવાજા બંધ થઈ ગયા બાદ લિફ્ટ અડધા રસ્તે જ બંધ થઈ ગઈ હતી, જેથી લિફ્ટમાં ફસાયેલા વકીલોનો જીવ તાળવે ચોંટ્યો હતો.

લિફ્ટમાં ફસાયેલા વકીલોએ તાત્કાલિક અસરથી બારના પ્રમુખ ભરત શાહને ફોન કરી તેઓ લિફ્ટમાં ફસાઈ ગયા હોવાની જાણ કરી હતી. પ્રમુખે ગંભીરતાને ધ્યાને રાખીને રજિસ્ટ્રાર અને લિફ્ટ સુપરવાઈઝરને ફોન કરી તુરંત જ બોલાવાયા હતા. સુપરવાઈઝરે પહોંચ્યા બાદ ભારે જહેમત બાદ લિફ્ટ ખોલતાં બધાં વકીલો બહાર આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ઉલ્લેખનીય છે કે કોર્ટની ઈમારતમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો લિફ્ટનો ઉપયોગ કરે છે.

અન્ય સમાચારો પણ છે...