ભાસ્કર બ્રેકિંગ:PFમાં 17 લાખ કરોડનું ફંડ; કેન્દ્ર સરકાર હવે ફંડનો 25% હિસ્સો શેરમાર્કેટમાં રોકશે, અત્યારે 15% જ રોકાણ થાય છે

અમદાવાદ21 દિવસ પહેલાલેખક: મંદાર દવે
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • શેરબજારમાં ઊંચો નફો કમાવા માટે કેન્દ્ર સરકારે કર્મચારીઓનાં નાણાં સાથે રિસ્ક લેવાની તૈયારીઓ આરંભી
  • આ મહિને EPFO ટ્રસ્ટીઓની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે
  • શરૂઆતમાં 20 ટકા ભંડોળનું રોકાણ કરાશે, બાદમાં વધારીને 25 ટકા કરાશે, વ્યાજદર વધવાની શક્યતા

મોંધવારી, આર્થિક સંકટ વચ્ચે સરકારે કર્મચારી વર્ગને વધુ એક ફટકો પીએફના વ્યાજદર ઘટાડીને આપ્યો છે. સરકાર પીએફ પર 8.5 ટકા વ્યાજ ચૂકવતી હતી જે 0.40 ટકા ઘટાડીને 8.10 ટકા કરી દીધું છે જેના કારણે નોકરિયાત વર્ગને મોટા પાયે નુકસાન પહોંચશે. જોકે, સરકાર આ મુદ્દે ગંભીર વિચારણા કરી રહી છે અને વધુ વ્યાજ કેવી રીતે આપવું તે મુદ્દે પગલાં ભરી રહી છે.

આ બાબતે અત્યાર સુધી સરકાર EPFO ફંડનો સરેરાશ 15 ટકા હિસ્સો સ્ટોક માર્કેટમાં રોકતી હતી જે વધારીને 25 ટકા એટલે કે વધુ 10 ટકા વધારવા માંગે છે. સરકાર પાસે અત્યારે સરેરાશ કુલ 17 લાખ કરોડનું ભંડોળ છે. સરકાર અત્યાર સુધી જી-સેક બોન્ડમાં રોકાણ કરતી હતી પરંતુ હવે ઇક્વિટીમાં રોકાણ કરવાનો ટાર્ગેટ છે. આમ સરેરાશ 25 ટકા સુધી ઇક્વિટીમાં રોકાણ કરવામાં આવે તો લાંબા ગાળે શેરમાર્કેટમાં 2.30 લાખ કરોડનું નવું રોકાણ આવી શકે છે. આવું કરવા પાછળનું સરકારનું કારણ એ છે કે ડેટ ફંડને જરૂરી વળતર મળતું નથી.

બીજી તરફ, શેરબજારમાંથી વધુ સારું વળતર મળી શકે છે. આવી સ્થિતિમાં સરકાર ઇચ્છે છે કે EPFO ફંડના 25 ટકા સુધીનું રોકાણ શેરબજારમાં કરવામાં આવે અને તેના દ્વારા કર્મચારીઓને વધુ વ્યાજ આપી શકાય.

દેશભરમાં સરેરાશ કુલ 25.5 કરોડ પીએફ ખાતાધારકો છે જેમાંથી માત્ર 6-7 કરોડ પીએફધારકો જ એક્ટિવ છે. ગુજરાતની વાત કરીએ તો 75-80 લાખ પીએફધારકો છે. પીએફનો વ્યાજદર છેલ્લા ચાર દાયકામાં એટલે કે 40 વર્ષમાં સૌથી નીચો છે. વ્યાજદરોમાં ઘટાડા વચ્ચે સરકાર શેરબજારમાં EPFO ફંડના રોકાણની મર્યાદા વધારવાનું વિચારી રહી છે. આ મહિનાના અંતમાં EPFO સેન્ટ્રલ બોડી ઑફ ટ્રસ્ટીની એક ખાસ બેઠક યોજાઇ રહી છે. આ બેઠકમાં શું કરવું તે અંગે નિર્ણય લેવામાં આવશે.

EPF વ્યાજદરની સ્થિતિ

વર્ષવ્યાજદર
2010-119.50%
2011-128.25%
2012-138.50%
2013-148.75%
2014-158.75%
2015-168.80%
2016-178.65%
2017-188.55%
2018-198.65%
2019-208.50%
2020-218.50%
2021-228.10%

શેરબજારમાં કેટલા પૈસા લાગશે?

જો વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો EPFO ફંડનો લગભગ 15 ટકા હિસ્સો સ્ટોક માર્કેટમાં લગાવવામાં આવે છે. મોદી સરકાર તેને વધારીને 25 ટકા એટલે કે 10 ટકા વધારવા માંગે છે. કુલ 17 લાખ કરોડનું ભંડોળ છે જેમાંથી 25 ટકાને ધ્યાનમાં લેતા કુલ 4.25 લાખ કરોડનું રોકાણ થઇ શકે.

વૃદ્ધિ બે તબક્કામાં કરે તેવી સંભાવના
એવું માનવામાં આવે છે કે રોકાણ સમિતિએ તેને બે તબક્કામાં વધારવાનો નિર્ણય લીધો છે. પહેલા 15 ટકાની મર્યાદા વધારીને 20 ટકા કરવામાં આવશે અને પછી તેને 20 ટકાથી વધારીને 25 ટકા કરવામાં આવશે. હાલમાં, EPF ETF ની મદદથી સ્ટોક માર્કેટમાં રોકાણ કરે છે. સરકારને આશા છે કે શેરબજારમાં રોકાણ કરીને વધુ વળતર મળી શકે જે ઈપીએફધારકોને વધુ વ્યાજ આપી શકે .

ઇક્વિટીમાં રોકાણથી લાંબા ગાળે ફાયદો મળી શકે
પીએફના વ્યાજદર અત્યાર સુધી જળવાઇ રહ્યા હતા જે હવે 0.40 ટકા ઘટાડો કરી 8.1 ટકા કરી દેવામાં આવ્યા છે. સરકાર વધુ વ્યાજ આપવા માટે ઇક્વિટીમાં રોકાણ હિસ્સો વધારી 25 ટકા કરવા ઇચ્છે છે જે સારી વાત છે પરંતુ તે લાંબા ગાળા માટે ફાયદાકારક સાબિત થઇ શકે શોર્ટટર્મ તો સરકારને મેનેજ કરવું પડી શકે છે. - પાર્થ સંઘાડિયા, ટોરીન વેલ્થ ગ્રૂપ.

અન્ય સમાચારો પણ છે...