પાયાના કામો થશે:અમદાવાદમાં દક્ષિણ ઝોનમાં આઠ વોર્ડમાં રસ્તા, ગટર અને પાણીની સમસ્યાઓ દૂર કરવા 17 કરોડ ખર્ચાશે

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
રોડ અને પાણી માટેના કામો માટે કોર્પોરેશને ટેન્ડર બહાર પાડ્યું ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
રોડ અને પાણી માટેના કામો માટે કોર્પોરેશને ટેન્ડર બહાર પાડ્યું ( ફાઈલ ફોટો)
  • ચોમાસાએ વિદાય લીધા બાદ અમદાવાદના દક્ષિણ ઝોનમાં કુલ 88 જેટલા કામો માટે ટેન્ડર બહાર પડાયું

અમદાવાદમાં ચોમાસુ વિદાય લેશે એ પછી શહેરના દક્ષિણ ઝોનમાં આઠ વોર્ડમાં રોડ, ફૂટપાથ અને પત્થર પેવિંગ સહિતના કામો શરૂ કરવામાં આવશે. દક્ષિણ ઝોન ઈજનેર વિભાગ દ્વારા આ અંગે કુલ 88 જેટલા કામો માટે 20.68 કરોડ રૂપિયાની રકમનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હોવાનું સત્તાવાર સુત્રોએ જણાવ્યું છે. જે કામો ટેન્ડરથી વર્ક ઓર્ડર આપ્યા બાદ કરવામાં આવનાર છે. એમાં પાણીના પોલ્યુશનને લગતી ફરિયાદો બાદ લાઈનો બદલવાના કોમો પણ સમાવી લેવામાં આવ્યાં છે. દક્ષિણ ઝોનમાં આવતા આઠ વોર્ડમાં રોડ, ફૂટપાથ અને પત્થર પેવિંગ, ગટરની સફાઈ, પાણીની લાઈનો બદલવા માટે કુલ 17 કરોડ જેટલી રકમ ખર્ચાશે.

તંત્રને મળેલી ફરિયાદોનું નિરાકરણ કરાશે
આ અંગે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે દક્ષિણ ઝોનમાં આવતા બહેરામપુરા વોર્ડ ઉપરાંત ઈન્દ્રપુરી તેમજ ખોખરા વોર્ડમાં પથ્થર પેવિંગ ઉપરાંત ફૂટપાથ રીઈન્સ્ટેટ કરવાના કામો તેમજ નવી ડ્રેનેજ લાઈન નાંખવા, ભૂવા રીપેર કરવા અંગેના કામો માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત ઈન્ટરલોક પેવિંગ બ્લોક રીપેર કરવા તથા નવા પેવર બ્લોક નાંખવાની કામગીરી પણ કરવામાં આવશે. શહેરના મધ્ય ઝોન ઉપરાંત દક્ષિણ ઝોનમાં પણ અનેક સ્થળોએ પ્રદૂષિત પાણી આવવા ઉપરાંત પાણી પુરતા પ્રેશરથી ના આવવા અંગેની પણ અનેક ફરિયાદો તંત્રને મળી છે. આ બાબતને ધ્યાનમાં લઈ જેતે વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવશે.

પાણી અને ડ્રેનેજની લાઈનો પણ રીપેર કરાશે ( ફાઈલ ફોટો)
પાણી અને ડ્રેનેજની લાઈનો પણ રીપેર કરાશે ( ફાઈલ ફોટો)

પાણીની લીકેજ લાઈનનું સમારકામ કરવામાં આવશે
ઈસનપુર વોર્ડમા ગામતળ તથા ઘોડાસર વિસ્તારમાં ફૂટપાથ બનાવવાની સાથે રોડ પર પડેલા ખાડા પેચવર્ક કરી પુરાણ કરવાની કામગીરી હાથ ધરાશે. પાણીને લગતી કામગીરી પણ કરવામાં આવશે. જેમાં મિલ્લતનગર ઉપરાંત બહેરામપુરામાં આવેલી વિવિધ ચાલીઓમાં પાણી અપૂરતા પ્રેશરથી આવવા ઉપરાંત પોલ્યુશનને લગતી ફરિયાદોના નિકાલ માટેની કામગીરી પણ હાથ ધરાશે. દાણિલિમડા વોર્ડમાં સાંસદ અને ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી પાણીની લાઈનને લગતી કામગીરી કરવામાં આવશે. જે વિસ્તારોમાં પાણીની લાઈનમાં લીકેજની સમસ્યાઓ છે તે તમામ વિસ્તારોમાં લીકેજ લાઈનનું સમારકામ કરવામાં આવશે.

રસ્તામાં પડેલા ખાડા અને ભૂવાના કામો પણ હાથ ધરાશે ( ફાઈલ ફોટો)
રસ્તામાં પડેલા ખાડા અને ભૂવાના કામો પણ હાથ ધરાશે ( ફાઈલ ફોટો)

22 ઓક્ટોબરે ટેન્ડરનું બીડ ખોલાશે
વટવા ઉપરાંત લાંભા વોર્ડમાં પાણીનું પ્રેશર સુધારવા માટે નવી લાઈનો નાંખવાની કામગીરી હાથ ધરાશે. અહીં ડ્રેનેજને લગતી ફરિયાદોના નિકાલ માટે દક્ષિણ ઝોનના વિવિધ વિસ્તારોમાં નવી ડ્રેનેજ લાઈન નાંખવાથી લઈ મશીન હોલ તથા ચેમ્બર બનાવવા તેમજ જ્યાં જરૂર જણાશે ત્યાં ડિસિલ્ટિંગની કામગીરી પણ હાથ ધરાશે. આ ઉપરાંત સમગ્ર ઝોનમાં આવેલા પુસ્તકાલયો, આંગણવાડી સહિતના બિલ્ડિંગોમાં સમારકામ સહિતની કામગીરી કરવામાં આવશે. 22 ઓક્ટોબરના રોજ આ તમામ કામો માટેનું ટેન્ડર બીડ ખોલવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...