તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવનારા ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રોની સાથે ત્રણ મુક્ત પ્રતીકોની પસંદગી કરવાની હોય છે, આ મુક્ત પ્રતીકો રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નક્કી કરવામાં આવ્યાં હોય છે. રાજ્ય ચૂંટણી આયોગે આ માટે 169 જેટલાં મુક્ત પ્રતીકોની પસંદગી કરી દીધી છે, જેમાં ફૂટબોલ, ફુવારો ફ્રોક, લાઇટર લંચ-બોક્સ, બારી, સ્ટેપ્લર, માઈક-ગિટાર, કાતર, કરવત, સિલાઈ, મશીન, વહાણ, કેરમ બોર્ડ, બ્રીફ કેસ, બ્રશ, ડોલ, કેક, કેલ્ક્યુલેટર, કેરબો, સીસીટીવી કેમેરા, ચપ્પલની જોડી, કલર અને બ્રશ, કમ્પ્યુટર માઉસ, ડીઝલ પંપ, મિક્સર મશીન, પરબીડિયું જેવાં પ્રતીકો ફાળવવામાં આવ્યાં છે.
ફળ-ફૂલનાં પ્રતીકોની પણ પસંદગી ઉમેદવારો કરી શકશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને ચૂંટણીપંચે 169 જેટલાં મુખ્ય પ્રતીકો જાહેર કરી દીધાં છે. અમુક પ્રતીકો તો રોજબરોજના ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ફળ-ફૂલનાં પ્રતીકોની પસંદગી ઉમેદવારો કરી શકશે. મુખ્ય રાજકીય પક્ષો સિવાય અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોએ આ પ્રતીક પસંદ કરવાનાં રહેશે.
રાજકીય પક્ષોનાં ચિહનોને બાદ કરતાં 169 મુક્ત પ્રતીકોની જાહેરાત
ચૂંટણીપંચ દ્વારા રાષ્ટ્રીય પક્ષોના નિશાન અને માન્ય નોંધણી થયેલા રાજકીય પક્ષોનાં ચિહનોને બાદ કરતાં 169 એટલાં મુક્ત પ્રતીકોની જાહેરાત કરી છે. એમાં રસોડામાં રોજબરોજના ઉપયોગમાં લેવામાં આવતાં પાટલા-વેલણ, ગરણી, ગેસ સ્ટવ, પ્રેશર કૂકર, કડાઈ, ફ્રાઈંગ પેન, કીટલી, કિચન સિનક, માચીસ બોક્સ, ખાવાની ભરેલી થાળી, પ્લેટનું સ્ટેન્ડ, ઘડો, પાઉં- રોટી, ખાંડણી-દસ્તો, બ્રેડ ટોસ્ટર, સૂપડા જેવાં નિશાનોનો સમાવેશ થાય છે.
હેલ્મેટ, લેપટોપથી લઈ હાથ લાકડી પણ બન્યાં ચૂંટણી-પ્રતીક
આ સિવાય રોજબરોજના ઉપયોગમાં લેવાતી વસ્તુઓ, જેવી કે દરવાજાનું હેંડલ, કાચનો ગ્લાસ, હેલ્મેટ, લેપટોપ, લેટર-બોક્સ, નેઇલકટર, ઓશીકું, પેનડ્રાઈવ, પંચિંગ મશીન, ટીવી-રિમોટ ટેબલ, હાથ લાકડી જેવી વસ્તુઓને મુક્ત પ્રતીકોમાં મૂકવામાં આવ્યાં છે. આ સિવાય પણ શાકભાજી અને ફળ-ફૂલનો ઉપયોગ પણ ચૂંટણી-પ્રતીક તરીકે મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં ફળ ભરેલી ટોપલી, સિમલા મિર્ચ, કોબી, ફ્લાવર, આદુ, દ્રાક્ષ લીલુ મરચું, આઇસસ્ક્રીમ, ભીંડા, મગફળી, નાસ્પતિ, વટાણા, અનાનસ, અખરોટ અને તરબૂચનો સમાવેશ થયો છે.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મુક્ત પ્રતીકોની જાહેરાત થઈ
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ફૂટબોલ, ફુવારો ફ્રોક, લાઇટર, લંચ-બોક્સ, બારી, સ્ટેપ્લર, માઈક-ગિટાર, કાતર, કરવત, સિલાઈ, મશીન, વહાણ, કેરમ બોર્ડ, બ્રીફ કેસ, બ્રશ, ડોલ, કેક, કેલ્ક્યુલેટર, કેરબો, સાંકડ, સીસીટીવી કેમેરા, ચપ્પલની જોડી, કલર બ્રશ, કમ્પ્યુટર માઉસ, ડીઝલ પંપ, મિક્સર મશીન, પરબીડિયું જેવાં પ્રતીકો ફાળવવામાં આવ્યાં છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મુક્ત પ્રતીકોની જાહેરાત કરવામાં આવી છે. અપક્ષ ઉમેદવારો આ પ્રતીકની પસંદગી કરીને ચૂંટણીજંગમાં ઝુકાવે છે. ઉમેદવારીપત્ર ભરતી વખતે જ ઉમેદવાર દ્વારા ત્રણ જેટલાં મુક્ત પ્રતીકોની પસંદગી કરીને આપવાની હોય છે અને આ મુક્ત પ્રતીકો આખરી ફાળવણી રાજ્ય ચૂંટણીપંચ દ્વારા જ કરવામાં આવે છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.