અમદાવાદમાં કોરોનાનો કહેર:નવા 165 કેસ, મધ્ય ઝોનમાં લગભગ એક સપ્તાહ પછી ડબલ ડિજિટમાં કેસ આવ્યાઃ 66 દિવસ પછી 170થી ઓછા કેસ, વધુ 9 મોત

અમદાવાદ2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 165 કેસ અને વધુ 9 દર્દીનાં મૃત્યુ નોંધાયા હતા. આમ શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. છેલ્લે 28 એપ્રિલે 164 કેસ હતા. એટલે કે 66 દિવસ પછી કેસની સંખ્યા 170થી નીચે ગઈ છે.  છેલ્લા એક સપ્તાહમાં 4 દિવસ કેસનો આંકડો 200થી નીચે રહ્યો છે. ઝોનવાર વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 43 જ્યારે દ.પશ્ચિમમાં 35, ઉ. પશ્ચિમમાં 29, પૂર્વમાં 31, દક્ષિણ 28 અને મધ્ય ઝોનમાં 11 કેસ નોંધાયા છે.  બોડકદેવના મહિલા કોર્પોરેટ દિપ્તીબેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમની સારવાર ચાલી રહી છે. શહેરમાં શુક્રવારે મધ્ય ઝોનમાં 11 કેસો નોંધાયા છે. લગભગ એક સપ્તાહથી મધ્ય ઝોનમાં સિંગલ ડિજિટમાં કેસ આવતા હતા. જ્યારે અમદાવાદ જિલ્લામાં કોરોનાના વધુ 7 કેસ નોંધાયા છે. 

કેસની સંખ્યા ઘટી પરંતુ એક સપ્તાહમાં 58 સહિત 108 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ જાહેર કરાયા
શહેરમાં કેસની સંખ્યા ઘટી રહી છે ત્યારે માઇક્રો કન્ટેઇન્મેન્ટની સંખ્યા વધી રહી છે. છેલ્લા 7 દિવસમાં 58 નવા વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્ટમેન્ટ જાહેર કરાયા છે. 20 જૂનથી અત્યાર સુધી 108 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્ટમેન્ટ જાહેર કરાયા છે. એક તરફ શહેરમાં કેસોની સંખ્યા ઘટી રહી છે ત્યારે બીજી તરફ માઇક્રો કન્ટેઇન્ટમેન્ટ વિસ્તારો વધી રહ્યા છે.

મ્યુનિ. હવે આખી સોસાયટીને બદલે માત્ર એક બ્લોક કે કેટલાક ફ્લોરને કન્ટેઇન્ટમેન્ટમાં મૂકે છે
શહેરમાં માઇક્રો કન્ટેઇન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં મ્યુનિ. અેક વિશેષ પગલા રૂપે હવે સમગ્ર સોસાયટીને કન્ટેઇન્ટમેન્ટ કરવાનું ટાળે છે. જો એક બ્લોકમાં જ બે કે તેથી અલગ ફ્લેટમાં વધારે કેસ આવ્યા હોય તો તે બ્લોકને કન્ટેઇન્ટમેન્ટ કરવાનો નિર્ણય લેવાય છે. જો આ કેસ એક જ ફ્લોર પરના અલગ અલગ મકાનમાં હોય તો તે ફ્લોરને કન્ટેઇન્ટમેન્ટ કરાય છે. જેથી અન્ય લોકોને તકલીફ ન પડે અને ચેપની ચેઇન પણ તોડી શકાય. 

નવા 19 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટમાં

 • વનદેવી સોસા. ઘોડાસર
 • સાકર સોસા. નિકોલ,
 • સહજાનંદ એપાર્ટમેન્ટ, નિકોલ
 • વૈકુંઠ દર્શન, રામોલ
 • માધવ હોમ્સ, વસ્ત્રાલ
 • અનવેશન રો હાઉસ, બોપલ
 • ગુલાબ ટાવર, થલતેજ (બ્લોક સી-ત્રીજો માળ)
 • શિવમ સેટલાઇટ બંગલો, બોડકદેવ
 • ગંગારામ ફ્લેટ, સાબરમતી
 • શંખેશ્વર, સાબરમતી (બ્લોક બી)
 • વંદેમાતરમ હોમ્સ, ન્યુ રાણીપ
 • સમેત એપાર્ટ, કેશવનગર
અન્ય સમાચારો પણ છે...