ભાસ્કર એનાલિસિસ:રાજ્યમાં સીટબેલ્ટ ન પહેરવા બદલ 1 વર્ષમાં 16.43 કરોડનો દંડ, અમદાવાદમાં આજથી સીટબેલ્ટ ડ્રાઇવ

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • માત્ર અમદાવાદીઓને 58 હજાર કેસોમાં 4 કરોડ દંડ

દેશમાં ફરીએકવાર મુસાફરીમાં સીટબેલ્ટની જરૂરિયાત અંગે ચર્ચા જાગી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ જણાવ્યું છે કે હવે કારમાં પાછળ બેસેલા મુસાફરોએ પણ સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત છે. ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં (ઑગસ્ટ 2021થી જુલાઇ 2022 સુધી) સીટ બેલ્ટ ના પહેરવા બાબતે 3.57 લાખ કેસોમાં રૂ. 16.43 કરોડ દંડ પોલીસ દ્વારા ફટકારવામાં આવ્યો છે.આ આંકડાઓ માત્ર સ્થળ પર થતા દંડના છે જ્યારે સીસીટીવી મારફતે ટ્રાફિક ઉલ્લંઘનના મેમોના આંકડા અલગ હોય છે. ગુજરાતીઓ હજૂ પણ સીટબેલ્ટ પહેરવાના બદલે દંડ ભરવાનું પસંદ કરી રહ્યા છે.

ટ્રાફિકના નિયમો તોડી 3 વર્ષમાં 350 કરોડનો ચાંદલો
ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન માટે 2019થી 2021 સુધીના 3 વર્ષના સમયગાળામાં અંદાજે રૂ. 350 કરોડ દંડ ગુજરાતીઓએ ભર્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા મહાનગરપાલિકાઓમાં સૌથી વધારે દંડની વસુલાત કરવામાં આવી હતી. દાહોદ, તાપી, છોટાઉદેપુર જિલ્લાઓમાં દંડની વસુલાતનું પ્રમાણ ઓછું હતું. વર્ષે સરેરાશ 50 લાખથી 55 લાખ સુધી ટ્રાફિક નિયમોના ભંગના કેસ નોંધાય છે. 2019માં અંદાજે 120 કરોડ, 2020માં 128 કરોડ જ્યારે 2021માં 100 કરોડનો દંડ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન માટે કરાયો હતો.

અમદાવાદ અને વડોદરા સીટબેલ્ટના દંડ ભરવામાં આગળ

શહેરકેસદંડ વસુલાત
અમદાવાદ581674 કરોડ
સુરત1590879.45 લાખ
વડોદરા387411.94 કરોડ
રાજકોટ1361067.56 લાખ
અન્ય સમાચારો પણ છે...