સ્ટેન્ડિંગ કમિટીની બેઠક:PPP ધોરણે અમદાવાદનાં 16 ટ્રાફિક સર્કલ ડેવલપ કરવામાં આવશે, સંસ્થાઓનાં પ્રપોઝલ પર નિર્ણય લેવા આદેશ

અમદાવાદ15 દિવસ પહેલા
 • કૉપી લિંક

શહેરમાં અનેક સર્કલને પીપીપી ધોરણે વિકસાવવા માટે કેટલીક સંસ્થાઓ દ્વારા પ્રપોઝલ મોકલાઇ છે જે અંગે નિર્ણય લઇ યોગ્ય દિશામાં કામ થાય તેવી સૂચના સ્ટેન્ડિંગ કમિટીએ આપી છે. કમિટીના સભ્ય દર્શન શાહે પ્રશ્ન કર્યો હતો કે, ખાનગી વ્યક્તિ કે સંસ્થાઓ ચાર રસ્તાઓ (જંકશન) વિકસાવવા માટે તૈયાર હોય ત્યારે મંજૂરી કેમ અપાતી નથી. એક વર્ષથી કેટલી અરજીઓ આવી છે? જવાબમાં અધિકારીએ જણાવ્યું કે, 16 જંકશનોના વિકાસ માટે અરજીઓ આવી છે.

આ 16 જંકશન વિકસાવવા માટે અરજીઓ આવી

 • ડો. અમીન ચાર રસ્તા, સરદાર પટેલ કોલોની પાસે
 • સાયન્સ સિટીથી હરિકૃષ્ણ મંદિર તરફ સર્કલ
 • નિકોલ-નરોડા રોડ પર શ્યામ ફાર્મ ચાર રસ્તા પાસે
 • રાજપથ ક્લબના પાછળના ભાગે આવતાં રોડ પર સર્કલ બનાવવા
 • સિંધુભવન રોડના જાજરમાન રેસ્ટોરન્ટ પાસે સર્કલ
 • મણિનગરમાં બેસ્ટ સ્કૂલ પાસેના ચાર રસ્તા
 • ઉ. ઝોનમાં ટી.પી. 241માં નાના ચિલોડા ખાતે ટ્રાફિક સર્કલ
 • ઉ.પશ્ચિમઝોન ગોરમો રેસ્ટોરન્ટ વાળા ચાર રસ્તા
 • જોધપુર વોર્ડમાં ડીસમન હાઉસથી સેન્ટોસા પાર્કથી મક્તમપુરા સેન્ટર વર્જ
 • સાન્વીકાસાથી ઘુમા ગામની વાડી સુધીનો સેન્ટલ વર્જ
 • બોડકદેવમાં સિંધુભવન રોડથી દીનદયાળ ઉપાધ્યાય ઓડિ. સેન્ટલ વર્જ
 • બીબી તળાવ ચાર રસ્તાથી મીડકો બ્રિજ સુધી અને ગુજરાત ઓફસેટથી વાનરવટ તળાવ સુધી સેન્ટલ વર્જ
 • રાજપથ ક્લબથી એસકે ફાર્મ થઇ એસપી રિંગરોડ સુધી સેન્ટ્રલ વર્જ
 • આંબલી બોપલ રોડ સેન્ટ્રલ વર્જ
 • નીમા ફાર્મહાઉસથી કાકેદા ઢાબા જંકશન સુધી સેન્ટ્રલ વર્જ
 • થલતેજ વોર્ડમાં હિમાલયા મોલ સુધીના સેન્ટ્રલ વર્જ
અન્ય સમાચારો પણ છે...