લઠ્ઠાકાંડના 16 અસરગ્રસ્તોને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા, જેમાંથી 8 દર્દી ડાયાલિસીસ પર છે. દેશી દારૂ બનાવવામાં અત્યંત ઝેરી મિથેનોલ કેમિકલ્સનો ઉપયોગ કરાયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે, પરંતુ મિથેનોલની ઝેરી અસર 100 ટકા શુદ્ધ આલ્કોહોલ (ઇથેનોલ)થી રોકી શકાય છે, પરંતુ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં મિથેનોલની ઝેરી અસરોને રોકી શકે તેવંુ એન્ટી ડોટ જ નથી તેમ જ મિથેનોલ વ્યકિતના આંખો, મગજ, કિડની, લિવર અને લોહી પર ગંભીર અસરો કરતું હોવાનું ટોક્સિકોલોજિસ્ટ જણાવી રહ્યાં છે.
એલજી હોસ્પિટલના ટોક્સિકોલોજિસ્ટ ડો. તેજસ પ્રજાપતિ જણાવે છે કે, દેશી દારૂ બનાવવા ખરાબ ગોળ, ઇન્ડસ્ટ્રીઝમાં ખરાબ થયેલાં કેમિકલ્સ જે મોટે ભાગે મિથેઇલ આલ્કોહોલ કે તેની અશુદ્ધિઓનો ઉપયોગ થાય છે. આ બધી વસ્તુ એક પીપમાં એક સાથે નાખીને ઉકાળે જેથી આ વસ્તુઓનું ડિક્પોઝિશન થાય તેમાંથી વિવિધ ગેસ અને કેમિકલ્સ છૂટાં પડે, જેમાં ભૂલથી મિથાઇલ આલ્કોહોલ કે મિથેનોલ બની જાય છે, મિથેનોલ સૌથી ઝેરી પદાર્થ હોવાથી લઠ્ઠાકાંડ સર્જાય છે. મિથેનોલની ઝેરી અસરોને રોકી શકે તેવો કોઈ એન્ટી ડોટ જ નથી.
આ માટે હીમોડાયાલિસીસ
લોહી પર થતી અસરને (આર્ચિરિયલ બ્લડ ગેસ એનાલીસીસ-એબીજી) કહે છે, જેમાં સિવિયર મેટોબોલિકને લીધે શરીરનું બધું જ લોહી એસિડિક બની જાય છે, જેથી દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે, હાંફ ચઢવા લાગે છે. ત્યાર બાદ શરીરના કોષો મૃત થવાનું શરૂ થાય છે. આથી આવા દર્દીનાં અન્ય અંગો પર થતી ગંભીર અસર રોકવા હિમોડાયાલીસીસ કરવું પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.