કોરોનાનો હાહાકાર:અમદાવાદના નવા 16 વિસ્તારો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા, લાંભા અને વેજલપુરમાં 154 મકાનોના 544 લોકો કન્ટેનમેન્ટ ઝોનમાં

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
નવા ઉમેરાયેલા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન - Divya Bhaskar
નવા ઉમેરાયેલા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન
  • 28 વિસ્તારોને દૂર કરાતાં હવે શહેરમાં 310 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલી બન્યા

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. કોરોનાના કેસોમાં વધારો થતાં લોકોમાં ભય ફેલાયો છે. ત્યારે શહેરમાં 324 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં હતા. જેમાં આજે લાંભાના 95 ઘરના 310 તથા વેજલપુરના 59 ઘરના 234 લોકો સહિત 16 વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે, જ્યારે 28 વિસ્તારોને દૂર કરાતાં હવે શહેરમાં 310 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલી બન્યા છે.

દુર કરવામાં આવેલા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન
દુર કરવામાં આવેલા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન

નવા ઉમેરાયેલા માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં દાણિલિમડા, ઈન્દ્રપુરી, વટવા, લાંભા, વેજલપુર, ગોતા, આંબાવાડી, ચાંદલોડિયા, ઘાટલોડિયા અને નિકોલના વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટમાં મૂક્યા છે. આ ઉપરાંત મણિનગરમાં સૃષ્ટિ એપાર્ટમેન્ટ અને ચાંદખેડામાં ઉત્સવ રેસિડેન્સીના અમુક બ્લોકને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂક્યા છે.

શહેરમાં આજે 5672 નવા કેસ નોંધાયા
અમદાવાદ શહેર ફરીવાર કોરોના હોટસ્પોટ બન્યું છે. શહેરમાં જેટગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે શહેર અને જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે 5 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 5672 નવા કેસ સામે આવ્યા છે અને 2206 દર્દી સાજા થયા છે. જ્યારે શહેરમાં 26ના મોત થયા છે.

દુર કરવામાં આવેલા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન
દુર કરવામાં આવેલા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન

આજે શહેરમાં 26 દર્દીનાં મોત નીપજ્યાં
27 એપ્રિલની સાંજથી 28 એપ્રિલની સાંજ સુધીમાં શહેરમાં 5672 અને જિલ્લામાં 68 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 2206 અને જિલ્લામાં 57 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 26ના મોત થયાં છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 1,55,449 થયો છે. જ્યારે 93063 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે મૃત્યુઆંક 2870 થયો છે.

અન્ય સમાચારો પણ છે...